B INDIA અમદાવાદ : ગુજરાતમાં આગામી યોજાનાર GPSCની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ કરી માહિતી આપી હતી કે, 16 ફેબ્રુઆરીએ GPSC નહીં લે કોઈ પરીક્ષા. પંચાયતની ચૂંટણી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ હોદ્દાને લઈને વિવિધ પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2025માં GPSCની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ દરમ્યાન રાજ્ય આયોગ ચૂંટણી કમિશન દ્વારા સ્થાનિક રાજની ચૂંટણી જાહેર કરવામાં આવતા GPSCની પરીક્ષાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે.
-> GPSCની પરીક્ષાને લઈ ફેરફાર :- આ વર્ષે GPSCની પરીક્ષામાં બહુ બધા બદલાવ થયા છે. ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે માટે અભ્યાસક્રમના સિલેબસમાં પણ બદલાવ કરાયો. આ ઉપરાંત GPSC દ્વારા વાંધા અરજી માટે ફી વસૂલવાની જાહેરાત પણ કરાઈ હતી. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને પરીક્ષાને લગતી બાબતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
GPSC ના કલાસ 1-2 ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. GPSC આ નિર્ણય અંગે કોઈ ફેર વિચારણા કરવા માંગતી નથી. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો. સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે.GPSCના કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો. જયારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા-જુદા અભ્યાસક્રમ હતા.હવે તેમાં ફેરફાર કરી ને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે.