B INDIA અમદાવાદ : અમદાવાદનાં વટવામાં સ્ટેટ GST વિભાગે દરોડાનાં પગલે વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. GST વિભાગ દ્વારા વટવા GIDCમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ GST વિભાગે અચાનક રેડ પાડી વેપારીઓની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા.
-> સ્ટેટ GST વિભાગે દરોડા :- અમદાવાદનાં વટવા GIDCમાં 3થી 4 વેપારીઓના ત્યાં દરોડા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. GST વિભાગે અચાનક કામગીરી હાથ ધરતાં કેમિકલના ઉત્પાદકના 2 એકમ પર અને કેમિકલની ખરીદી કરનારા બે ટ્રેડર્સને ત્યાં પણ દરોડા પાડ્યા. સ્ટેટ GST વિભાગ દ્વારા મંગળવાર સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય જપ્ત કર્યા. હાથ ધરાયેલ દરોડામાં અત્યાર સુધી વધુ કોઈ મોટી રકમ કે રોકડ મળી હોવાના સમાચાર સામે આવ્યા નથી.
જો કે પ્રાપ્ત કરેલ હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ વેપારીઓએ કરચોરી કરી છે કે કેમ અથવા કઈ કઈ જગ્યા પર રોકાણ કર્યું છે તેના ખુલાસા થશે. જો કરચોરી કરી હોવાનું સામે આવશે. તો નિયમ મુજબ વેપારીઓ સામે પગલાં લેવામાં આવશે.બિલ્ડરો અને વેપારીઓ પર સ્ટેટ GST વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. વેપારીઓ અને બિલ્ડરો ટેક્સ ચૂકવવામાં બેદરકાર રહેતા હોય છે. ટેક્સ ના ચૂકવવો પડે માટે પોતાના હિસાબમાં ખોટી માહિતીની રજૂઆત કરતા હોય છે. આથી જ કરચોરી કરનારા વેપારીઓ માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.