ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત્, નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે બન્યું સૌથી ઠંડુગાર શહેર

B india અમદાવાદ :- રાજયમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન વધશે. નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.

-> રાજ્યમાં કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો કંડલા 6.5 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી,અમદાવાદમાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી,અમરેલીમાં 8.4 ડિગ્રી, વડોદરામાં 9.2 ડિગ્રી,પોરબંદરમાં 9.6 ડિગ્રી, ડીસામાં 9.8 ડિગ્રી,ભુજમાં 10.4 ડિગ્રી, મહુવામાં 10.7 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 11, ભાવનગરમાં 11.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 12.2 ડિગ્રી,કેશોદમાં 13.5 ડિગ્રી, દ્વારકામાં 14.6 ડિગ્રી,સુરતમાં 16.4 ડિગ્રી, વેરાવળમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

-> આ સિઝનમાં સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા :- શનિવારથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે. જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે.

-> રાજ્યમાં પવનની ગતિમાં વધારો થશે :- હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે. તો બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત રહેશે. તેમજ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી. લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *