ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, સાબરકાંઠામાં 7 વર્ષનો બાળક બન્યો HMPV પોઝિટિવ

B india અમદાવાદ :- રાજ્યમાં HMPV વાયરસને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાનાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ, બાળકને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો છે. 2 દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું. તો સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.

-> બાળકનો બે દિવસ પહેલા કઢાવ્યો હતો રીપોર્ટ :- સમગ્ર કેસમાં બે દિવસ પહેલા બાળકનો રીપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયું હતું. ત્યારે આજે રીપોર્ટ પોઝિટિવ આવતા બાળકના પરિવારજનોનાં પણ રિપોર્ટ લેવામાં આવ્યા છે. જોકે, 7 વર્ષના બાળકને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે અને તે જ વિસ્તારના અન્ય બાળકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

-> બે દિવસ પહેલા જ 2 મહિનાના બાળકનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ :- ઉલ્લેખનિય છે કે, ચીનની મહામારીની બે દિવસ પહેલા ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી. જેમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. HMPV વાયરસથી પોઝિટિવ બાળક મૂળ મોડાસામાં આવેલું એક ગામનું રહેવાસી છે બાળકની તબિયત બગડતા પરિવારજનો બાળકને અમદાવાદ લાવ્યા હતા. ત્યારે આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યાર બાદ લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી બાળક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, બાળકની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.

-> રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે :- ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરીના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાયરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં HMPV વાયરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *