B INDIA માળીયા હાટીના :- માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.
–>વાનગી હરીફાઈ યોજાઈ:-
માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ન માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંબર , P.O વાત્સલાબેન દવે, CDPO સોનલ ડોબરીયા ,THO આભા મલ્હોત્રા, સરપંચ જીતુ સિસોદિયા તેમજ વિવિધ આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ ઉત્સાહભર્યા ભાગ લીધો હતો. માળીયાહાટીના ના અમરાપુર ગામે આઈ સી ડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાયન અને મિલર માંથી બનતી વિવિધ વાનગી સેજા કક્ષા ના આઇસી ડીએસ કચેરી ઘટક માળીયાહાટીના ના ઉપક્રમે ઉજવવામાં આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ ની બહેનો દ્વારા અન્ન માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું હતું.
–>પોષણ ક્ષેત્રે નવી ચેતના:-
આ હરીફાઈનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પોષણયુક્ત ખોરાક પ્રોત્સાહન અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ માટે મહિલાઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક પરંપરાગત અને પોષક આહારની વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી. આઈ સી ડી એસ ના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત લોકોને સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શભમત કચેરી ઘટક માળીયાહાટીના તેમજ અમરાપુર આરોગ્ય વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.