આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ ભારતે પાકિસ્તાનને તેના નાપાક ઈરાદાઓને કારણે પાઠ ભણાવ્યો છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જો કે, પાકિસ્તાને અત્યાર સુધી એ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો કે ભારતે ક્યારેય કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.

હવે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યું છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની પત્રકાર નાઝીમ સેઠીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઈન્ટરવ્યુનો એક નાનો ભાગ X (અગાઉ ટ્વિટર) પર પાક અનટોલ્ડ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઈકની કબૂલાત કરી છે.સર્જિકલ સ્ટ્રાઈક સ્વીકારતા પહેલા નાઝીમ સેઠીએ કહ્યું હતું કે પાકિસ્તાને તાજેતરના સમયમાં જે રીતે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું છે અને તે બધા ભારતને કારણે છે.

-> પાકિસ્તાની સેના ભારત પાસેથી શીખીઃ નાઝીમ શેઠી :- તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું પાકિસ્તાની સેના ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાંથી શીખી અને તેના પગલે ચાલીને અફઘાન સેનાને પાઠ ભણાવવાના ઉદ્દેશ્યથી હવાઈ હુમલા કર્યા. આ રીતે અમે તેમના કેટલાક મહત્વના નેતાઓને મારી નાખ્યા.

-> ભારતે કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક :- પાકિસ્તાન અને આતંકવાદીઓએ વર્ષ 2016માં 16 સપ્ટેમ્બરના દિવસે એક કાયરતા પૂર્ણ હરકત કરી હતી. આંતકવાદીઓ સુઇ રહેલા ભારતીય જવાનો પર હુમલો કરી દીધો હતો, અને સેનાના કેમ્પમાં 18 જવાન શહીદ થઇ ગયા હતા, અને ભારતીય સેનાએ 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આનો બદલો લઇ લીધો હતો.

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *