ચીનની મહામારીની હવે ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં HMPV વાયરસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ, 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
-> ગુજરાતમાં HMPV વાયરસની એન્ટ્રી :- HMPV વાયરસથી પોઝિટિવ બાળક મૂળ મોડાસામાં આવેલું એક ગામનું રહેવાસી છે બાળકની તબિયત બગડતા પરિવારજનો બાળકને અમદાવાદ લાવ્યા હતા. ત્યારે આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. ત્યાર બાદ લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બાળક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, બાળકની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.ઉલ્લેખનિય છે કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, ગુજરાતમાં HMPV વાયરસનો એક પણ કેસ નથી, એવી જાહેરાત કર્યાની બીજી જ ઘડીએ ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે દેશમાં આ વાયરસના કુલ 3 કેસ થયા છે. બેંગલુરુમાં આજે 2 કેસ નોંધાયા છે, તો ત્રીજો કેસ ગુજરાતમાં નોંધાયો છે.
-> ગુજરાત સરકારે ગાઈડલાઈન કરી જાહેર :- ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો છે. ત્યારે ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.જો લક્ષણો જણાય તો ડોક્ટરોનો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. અને આ વાયરસને સંબંધિત કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ હોવાનું પણ તેમણે જણાવ્યું.તેમણે જણાવ્યુ કે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે. લક્ષણો પ્રમાણેની સારવાર કરવાની રહેશે. ટેસ્ટ માટેની કીટ બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાં પહોંચશે. રાજ્યમાં હાલના તબક્કે એક કેસ નોંધાયો છે. અને વધુ લોકો સંક્રમિત ન થાઈ તે માટે કાળજી રાખવા અપીલ કરી છે