એક વખત ફરી ભાજપનાં MLA કુમાર કાનાણીએ લોકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈ ગુજરાતની જનતાને પડી રહેલી મુશ્કેલી મામલે કુમાર કાનાણી આગાળ આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહિ મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
-> ભાજપના MLAએ શું લખ્યું પત્રમાં ? :- ભાજપના MLA કુમાર કાનાણીએ પત્રમાં લખતા કહ્યું કે, મને એવું લાગે છે કે, ગુજરાતમાં કોઈ પણ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે. પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂરી છે. ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે. જેમાં એકસીડન્ટ કેસો પણ સામેલ છે.
મુખ્યમંત્રીને પત્ર લખતા વરાછાના MLA કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે. પરંતુ ખ્યાતી હોસ્પિટલના ફોડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવેલ છે. અને આરોગ્ય વિભાગ દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. તે સારી બાબત છે. કે આ યોજનામાં ખોટું ન થવું જોઈએ. પરંતુ હાલ આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઈમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે તેવા લોકોને ઈમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનુ એપ્રુવલ મળતું નથી.
આ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે. પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂરી છે. ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે. જેમાં એકસીડન્ટ કેસો પણ સામેલ છે. જેના ઈમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું અપ્રુવલ મળતુ નથી. જેથી તેના જીવનું જોખમ ઉભું થતું હોય છે. કુમાર કાનાણીએ આ વિષયને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે પગલા લેવા મુખ્યમંત્રીને પત્ર મારફતે જણાવ્યું છે.