ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ગરીબી અને ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યો છે. જો કે, આ દરમિયાન તેને એક મોટો સહારો મળી ગયો છે જેને લઇને આ ઈસ્લામિક દેશને મોટી રાહત મળી છે. વિશ્વ બેંકે પાકિસ્તાન માટે $20 બિલિયન યૂએસ ડોલર(લગભગ 1.70 લાખ કરોડ રૂપિયા)ના લોન પેકેજને મંજૂરી આપવાનો સંકેત આપ્યો છે. આ લોન આગામી 10 વર્ષમાં હપ્તામાં આપવામાં આવશે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ લોન પાકિસ્તાનને રાજકીય સ્થિરતા જાળવવામાં અને અટકેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં મદદ કરશે.
પાકિસ્તાન માટે આ લોન પેકેજ ‘પાકિસ્તાન કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક 2025-35’ હેઠળ આપવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ પરંતુ ઉપેક્ષિત ક્ષેત્રોમાં સુધારો કરવાનો છે. આ યોજના હેઠળ, સામાજિક સૂચકાંકોને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને પાકિસ્તાનમાં લાંબા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવશે. આ લોન પેકેજને 14 જાન્યુઆરીએ વિશ્વ બેંક બોર્ડ દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવનાર છે, ત્યારબાદ દક્ષિણ એશિયાના ઉપપ્રમુખ માર્ટિન રેઝર ઈસ્લામાબાદની મુલાકાત લઈ શકે છે.
-> પાકિસ્તાનને આટલી મોટી લોન કેમ આપવામાં આવશે? :- વિશ્વ બેંક પાકિસ્તાનને આ લોન એટલા માટે આપી રહી છે કે ત્યાં રાજકીય સ્થિરતા જળવાઈ રહે અને વિકાસ કાર્યોને વેગ મળે. આ લોન પાકિસ્તાનને 10 વર્ષમાં હપ્તામાં આપવામાં આવશે, જે પોતાનામાં એક અસાધારણ નિર્ણય છે. આ લોનનો હેતુ પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી ઉગારવાનો અને ત્યાં અટવાયેલી પરિયોજનાઓને પૂર્ણ કરવાનો છે.
-> આ લોન કેવી રીતે મળશે ? :- પાકિસ્તાનને આપવામાં આવનાર આ 20 બિલિયન ડૉલરની લોનમાંથી 14 બિલિયન ડૉલર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન (IDA) તરફથી આપવામાં આવશે, જ્યારે 6 બિલિયન ડૉલર ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (IBRD) તરફથી આપવામાં આવશે. વિશ્વ બેંક સુનિશ્ચિત કરશે કે આ લોનનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને તેનો ખર્ચ બાળ વિકાસ, ગરીબી નાબૂદી, ક્લાયેમેટ ચેન્જનો સામનો કરવા અને ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવે
-> ખાનગી ક્ષેત્ર પાસેથી પણ લોન લેશે પાકિસ્તાન :- આ લોન ઉપરાંત, પાકિસ્તાનના ખાનગી ક્ષેત્રે વિશ્વ બેંકની અન્ય શાખાઓ પાસેથી $20 બિલિયનની લોન લેવાની પણ યોજના બનાવી છે. આ લોન ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (IFC) અને મલ્ટિલેટરલ ઈન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી (MIGA) દ્વારા લેવામાં આવશે, જેના કારણે એકંદરે પાકિસ્તાનને વિશ્વ બેંક પાસેથી 40 અબજ ડોલરની લોન મળશે.
-> લોનની શું અસર થશે? :- આ લોન પાકિસ્તાનને વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. તે ત્યાંના વિકાસ કાર્યોને પણ વેગ આપશે. આ લોન પાકિસ્તાનના રાજકીય અને આર્થિક ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.