રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નવા વર્ષના અવસર પર નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પલટવાર કરતા લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કહ્યું છે કે જો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર તેમની સાથે ગઠબંધનમાં આવે છે તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. લાલુ યાદવનું આ નિવેદન એટલા માટે હેડલાઇન્સમાં છે કારણ કે મકરસંક્રાંતિની આસપાસ બિહારની રાજનીતિમાં અવારનવાર કોઈને કોઈ રમત જોવા મળતી હોય છે.
નવા વર્ષ નિમિત્તે બિહારની એક સ્થાનિક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું, ‘નીતીશ કુમાર આવતા હોય તો તેમને સાથે કેમ ન લઈએ ?. સાથે રહો અને કામ કરો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો નીતિશ કુમાર આવશે તો શું આરજેડી તેમની સાથે ગઠબંધન કરશે? તેના પર લાલુએ કહ્યું, ‘હા, અમે તેમને અમારી સાથે રાખીશું. બધી ભૂલો માફ કરી દેશે, માફ કરવી એ આપણી ફરજ છે.
જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે પાર્ટીમાં કોઈ પણ નેતા ગમે તે કહે, પરંતુ પાર્ટીના સુપ્રીમો હોવાના કારણે તમે જ અંતિમ નિર્ણય લો છો, આના પર તેમણે કહ્યું હતું કે, ‘અમે નિર્ણય લઈએ છીએ, પરંતુ તે નીતીશ કુમારને અનુકૂળ નથી આવતા, તેઓ વારંવાર ભાગી જાય છે. જો તે ફરીથી આવશે, તો તેમને સાથે રાખીશું






