બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થતી જોવા મળી રહી છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાને એક વર્ષ પણ પસાર થયું નથી અને વિદ્યાર્થીઓ વર્તમાન સરકાર વિરુદ્ધ બાંગ્લાદેશમાં રસ્તાઓ પર જોવા મळलળી રહ્યા છે. ગત વર્ષે વિદ્યાર્થીઓએ શેખ હસીના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. હવે ફરી એકવાર વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ વખતે નિશાને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે સડકો પર ઉતરેલા વિદ્યાર્થીઓ મોહમ્મદ યુનુસની સરકારના કેટલાક નિર્ણયોથી ખુશ નથી. યુનુસ સરકારના આ નિર્ણયોમાં દેશનું નામ બદલવા અને બંધારણ બદલવાની જાહેરાત સામેલ છે.
સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા:
31 ડિસેમ્બર, 2024 ના રોજ, હજારો વિદ્યાર્થીઓની ભીડ ઢાકા સેન્ટ્રલ શહીદ મિનાર પર વર્તમાન સરકાર વિરુદ્ધ એકત્ર થઈ. તમને જણાવી દઈએ કે શહીદ મિનારથી જ શેખ હસીના સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરનારા વિદ્યાર્થીઓના જૂથે આ વખતે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ દરમિયાન, કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા અને બાંગ્લાદેશમાં ઇસ્લામિક રાજ્યની સ્થાપના માટે ઘણા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જમાત-એ-ઈસ્લામીનો હાથ:
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં જે વિદ્યાર્થીઓ વિરોધ કરવા આગળ આવી રહ્યા છે તેની પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ છે. એવું પણ કહેવાય છે કે અબ્દુલ હન્નાન વિદ્યાર્થીઓના આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના વિરૂદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અબ્દુલ હન્નાન તે સમયે પણ ઘણા સમાચારમાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હન્નાને ઢાકામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ કોન્ફરન્સમાં તેમણે તમામ વિદ્યાર્થીઓને શહીદ મિનાર ખાતે એકત્ર થવા અપીલ કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જુલાઈ ક્રાંતિની જાહેરાત સરકાર દ્વારા નહીં પરંતુ હજારો વિદ્યાર્થીઓ પોતે કરશે.