નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, દિલ્હી માટે નવી યોજનાઓની થઇ શકે છે જાહેરાત

આ વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં દેશની રાજધાનીમાં રાજકીય તાપમાન વધી ગયું છે. અહીં ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. આમ આદમી પાર્ટીએ તમામ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે ઘણી સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે.આ શ્રેણીમાં આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી રહી છે. માનવામાં આવે છે કે આ બેઠક દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને થઈ રહી છે. આ દરમિયાન ભાજપ ઉમેદવારોના નામ પર પણ ચર્ચા કરી શકે છે. બેઠક બાદ દિલ્હી માટે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.

ઘણી યોજનાઓની જાહેરાત થઈ શકે છે:

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક નવા વર્ષના પહેલા દિવસે એટલે કે આજે, 1 જાન્યુઆરી, 2025ના રોજ લોક કલ્યાણ માર્ગ પર યોજાશે. આ બેઠકમાં દિલ્હી સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠક બાદ કેન્દ્ર સરકાર દિલ્હી માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

બીજેપીએ દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે: 

આ દરમિયાન ભાજપે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ ઉઠાવી છે. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું, “ભાજપના તમામ ધારાસભ્યો દિલ્હી વિધાનસભા અધ્યક્ષને મળ્યા છે. તેઓએ ત્યાં ધરણા પણ કર્યા છે. દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યું છે.

Related Posts

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *