રેશનિંગ કાર્ડ ધારકો માટે e-KYC કરાવવાનો આવતીકાલે અંતિમ દિવસ, નવા વર્ષથી નિયમોમાં થશે ફેરફાર

ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. ભારત સરકારના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, લોકોને મફત રાશનનો લાભ અને ઓછા ખર્ચે રાશનની સુવિધા મળે છે. દેશમાં 80 કરોડથી વધુ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ખર્ચે રાશન અને મફત રાશનની સુવિધાનો લાભ લે છે. પરંતુ હવે 1 જાન્યુઆરી પછી રેશનકાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો કયા રેશનકાર્ડ ધારકોને આની અસર થશે.

-> આ લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે :- સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી માટે પહેલાથી જ નિયમો જારી કર્યા છે. આ માટે સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સમય આપ્યો હતો. પરંતુ ઘણા રેશનકાર્ડધારકો એવા હતા. જેમણે નિર્ધારિત મર્યાદા સુધી ઇ-કેવાયસી કરાવ્યું નથી. આ પછી સરકારે ઇ-કેવાયસીની મુદત વધારી દીધી હતી. જે બાદમાં સરકારે આ મુદ્દત 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવી હતી.આ નિયમ સરકાર દ્વારા દરેક રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકો માટે નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ઘણા એવા રેશનકાર્ડ ધારકો છે જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. જો આ રેશનકાર્ડ ધારકો 31મી ડિસેમ્બર 2024 સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2025થી આ લોકોના રાશન કાર્ડ રદ કરવામાં આવશે.

-> ઇ-કેવાયસી કેવી રીતે કરાવવું? :- જો તમારા રેશનકાર્ડનું ઈ-કેવાયસી હજુ સુધી કરવામાં આવ્યું નથી તો તમે તમારા નજીકના રેશન ડેપોની મુલાકાત લઈને તમારા રેશન કાર્ડનું ઇ-કેવાયસી કરાવી શકો છો. આ માટે તમારે ત્યાં તમારું આધાર કાર્ડ આપવું પડશે અને PoS મશીન પર તમારી ફિંગરપ્રિન્ટ રજીસ્ટર કરીને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ સિવાય ઈ-કેવાયસીની પ્રક્રિયા મોબાઈલ દ્વારા પણ પૂરી કરી શકાય છે.

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *