Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ…

Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ, યુવાનોને સાયબર સુરક્ષામાં નવી તક

Ahmedabadમાં ડિજિટલ યુગની વધતી જતી સાયબર સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. Ahmedabad સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનનું આયોજન KCG કેમ્પસ સ્થિત i-Hub Gujarat ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સાયબર નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, આઇટી ક્ષેત્રના નિષ્ણાતો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Ahmedabad

->Ahmedabadમાં સાયબર ગુનાઓ સામે નવી ટેક્નોલોજી પર ભાર : હેકાથોનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “સાયબર હેકાથોન માત્ર સ્પર્ધા નથી, પરંતુ ગુજરાત પોલીસને નવી દિશા આપતી પહેલ છે.” તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું પ્રમાણ વધી શકે છે. સાયબર ક્રાઇમ હવે માત્ર કોઈ એક રાજ્ય કે દેશની સમસ્યા નથી, પરંતુ વૈશ્વિક પડકાર બની ગયો છે.ડિજિટલ વ્યવહારો, ઓનલાઈન સેવાઓ અને ટેક્નોલોજીનો વધતો ઉપયોગ સાથે સાયબર ઠગાઈ, ડેટા ચોરી, હેકિંગ અને અન્ય ડિજિટલ ગુનાઓ સામે સુરક્ષા વધુ મજબૂત બનાવવી જરૂરી બની છે. આ માટે પોલીસ અને ટેક્નોલોજી ક્ષેત્ર વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.‘કણાદ શીલ્ડ’ હેકાથોનની ખાસિયત એ છે કે તેમાં દેશના યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને યુવા ઇનોવેટર્સને પોતાના મૌલિક વિચારો અને સોફ્ટવેર સોલ્યુશન્સ રજૂ કરવાની તક મળી રહી છે.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે મોટા ટેક્નોલોજી પ્રોજેક્ટ્સમાં કોર્પોરેટ કંપનીઓને મહત્વ આપવામાં આવે છે, પરંતુ આ હેકાથોન દ્વારા યુવા પ્રતિભાઓને તેમની ક્ષમતા દર્શાવવા માટે પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આ પહેલથી સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં નવા અને અસરકારક ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

->AhmedabadમાંCCTVમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ : હેકાથોન દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના ઉપયોગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ CCTV કેમેરા દ્વારા મુખ્યત્વે વિઝ્યુઅલ ફૂટેજ ઉપલબ્ધ થાય છે. પરંતુ આગામી સમયમાં આ CCTV નેટવર્કને AI આધારિત ઓટોમેટેડ સિસ્ટમ સાથે જોડીને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.રાજ્યના CCTV નેટવર્કને ઇન્ટિગ્રેટ કરીને AI આધારિત સિસ્ટમ વિકસાવવા માટે ₹51 લાખનું વિશેષ ચેલેન્જ પણ મૂકવામાં આવ્યું છે. આ સિસ્ટમનો હેતુ ગુનાઓની ઓળખ અને તપાસમાં ટેક્નોલોજીનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો છે.હેકાથોનમાં ભાગ લેનારા યુવાનો માટે આ માત્ર ઇનામી રકમ મેળવવાની સ્પર્ધા નથી. વિજેતા યુવાનો અને તેમના સ્ટાર્ટઅપ્સને આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે સીધા જોડાઈને કામ કરવાની તક મળે તે અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું છે.આથી હેકાથોનમાં વિકસાવવામાં આવતા સોફ્ટવેર અને ટેક્નોલોજી સોલ્યુશન્સનો વાસ્તવિક પોલીસ કામગીરીમાં ઉપયોગ થઈ શકે તેવી શક્યતા ઊભી થઈ છે.

-> Ahmedabadમાં‘વિકસિત ગુજરાત’ માટે ટેક-સેવી યુવાનોને આહ્વાન : નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ટેક-સેવી યુવાનોને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં આગળ આવીને નવીન ટેક્નોલોજી વિકસાવવા અને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિક, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સાયબર નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.‘કણાદ શીલ્ડ’ હેકાથોન-2026ને ગુજરાતમાં સાયબર સુરક્ષા અને પોલીસિંગમાં ટેક્નોલોજીના ઉપયોગને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. યુવાનોની પ્રતિભા, સ્ટાર્ટઅપ્સની નવીનતા અને પોલીસના અનુભવના સંકલનથી ભવિષ્યમાં સાયબર ગુનાઓ સામે વધુ મજબૂત વ્યવસ્થા ઊભી થઈ શકે છે.

Related Posts

Morbi Sahil Majothi Ukraine Prisoner Release : 13 મહિનાથી યુક્રેનની જેલમાં કેદ મોરબીના યુવાન માટે આશાનું કિરણ..

Ukraineમાં 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોથીની મુક્તિની આશા જાગી! વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં, બ્રિગેડિયર જનરલે કહ્યું – ભારત સરકાર સંપર્ક કરે તો મુક્તિ માટે તૈયાર Ukraineની જેલમાં બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીને સ્વદેશ પરત લાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ભારતીય રાજદૂત અને યુદ્ધકેદીઓના મામલાઓ સંભાળતા બ્રિગેડિયર જનરલ સાથે મુલાકાત કરી છે. વકીલના જણાવ્યા અનુસાર, યુક્રેનના અધિકારીઓએ સાહિલની મુક્તિ અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને ભારત સરકાર તરફથી સત્તાવાર સંપર્ક તથા સંકલનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ: રફીક અજમેરી મોરબીના એક યુવાનને Ukraineની કસ્ટડીમાંથી મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં હવે નવી આશા જાગી છે. મોરબીનો યુવાન સાહિલ માજોથી છેલ્લા આશરે 13 મહિનાથી Ukraineની જેલમાં બંધ હોવાનું…

સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…