દિલ્હી સરકારના બે વિભાગોએ મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ યોજનાઓ તેમની પાસે સૂચિત નથી. જાહેરખબર બહાર પાડીને કહ્યું કે આવી કોઈ યોજના નથી. રજીસ્ટ્રેશન દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જાહેરાતો જારી કરીને લોકોને તેમની માહિતી શેર કરવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. જેને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે નામ લીધા વગર ભાજપ પર પ્રહારો કર્યા છે.
-> આ યોજનાઓથી પરેશાન BJP, CM આતિશીની ધરપકડનું ષડયંત્રઃ કેજરીવાલ :- AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ CBI, ED અને IT વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને તેમને સીએમ વિરુદ્ધ ખોટો કેસ કરીને સીએમ આતિશીની ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. છેલ્લા દસ વર્ષમાં દિલ્હીમાં ભાજપનું કોઈ કામ નથી. તેઓ માત્ર કેજરીવાલની ટીકા અને અપશબ્દો બોલીને મત માંગી રહ્યા છે..
અમે મહિલા સન્માન યોજના જાહેર કરી છે અને વરિષ્ઠ નાગરિકો માટે મફત તબીબી સારવારની યોજના જાહેર કરી છે. આ યોજનાઓની નોંધણીથી ભાજપ પરેશાન છે.કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેઓએ આગામી થોડા દિવસોમાં નકલી કેસ બનાવીને આતિશીજીની ધરપકડ કરવાની યોજના બનાવી છે. તે પહેલા AAPના વરિષ્ઠ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે.
સંજીવની યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને દિલ્હીમાં મફત સારવાર મળશે. સારવારનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.જ્યારે મહિલા સન્માન યોજનામાં આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને તેમના બેંક ખાતામાં એક હજાર રૂપિયા અપાશે. કેજરીવાલે એવી જાહેરાત કરી છે કે જો આગામી દિલ્હી વિધાનસભાના ઇલેક્શનમાં તેમની પાર્ટીની જીત થશે તો આ રકમ એક હજારથી વધારીને 2100 કરવામાં આવશે.