B India સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા હાઈવે રસ્તા ઉપર કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના જુદા જુદા હાઈવે રસ્તા ઉપર બેફામ રીતે દોડતા વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરીને વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
ત્યારે હાઈવે રસ્તા ઉપર નિર્ધારિત સ્પીડ કરતાં વધુ સ્પીડમાં દોડતા વાહન ચાલકોને ઝડપી લેવા તેમજ આરટીઓ નિયમનું ઉલંઘન કરતા વાહન ચાલકોને ઝડપી લેવા ટ્રાફિક પોલીસ દ્વારા મોબાઈલવાન કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે.
આ કેમેરાની મદદથી હાઈવે ઉપર ઓવર સ્પીડમાં દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ રાત્રિના સમયે અકસ્માતોના બનાવોને રોકવા માટે રેડિયમ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને વાહન ચાલકો અને પગપાળા જતા લોકોને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે.