અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે.

શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે.

પોલીસ અધિકારીઓની SIT
આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત પોલીસ અધિકારીઓને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય વિભાગોના અધિકારીઓનો સમાવેશ નહીં
સામાન્ય રીતે આવી ગંભીર દુર્ઘટનાઓની તપાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ, ફાયર બ્રિગેડ, કલેક્ટર કચેરી, વીજ વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આ SITમાં આવા કોઈપણ વિભાગના અધિકારીઓને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા નથી. માહિતી મુજબ, સંબંધિત વિભાગોને માત્ર જરૂરી સંકલન અને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ તપાસ ટીમના સભ્ય તરીકે તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

તપાસને લઈને ચર્ચા
SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સામેલ કરવાના નિર્ણયને લઈને વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ગેરકાયદે ફેક્ટરી કેવી રીતે ચાલી રહી હતી, સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને વિવિધ વિભાગોની જવાબદારી શું હતી, તેની અસરકારક તપાસ માટે બહુવિધ વિભાગોના અધિકારીઓનો સમાવેશ વધુ ઉપયોગી બની શકે છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે અને દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

 

Related Posts

Delhi : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તીર ચલાવીને કર્યું રાવણ દહન… Pride 1

Delhi : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તીર ચલાવીને કર્યું રાવણ દહન: PM મોદીએ કહ્યું- રામરાજ્યનો અર્થ માત્ર શાસન નહીં, જનકલ્યાણ; પ્રભુ રામના આદર્શો અતુલનીય Delhi નવી Delhi: દેશભરમાં વિજયાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશની રાજધાની Delhiમાં પણ ભવ્ય દશેરા કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દ્વારકા સેક્ટર-10માં આયોજિત કાર્યક્રમમાં પ્રતીકાત્મક રીતે ધનુષમાંથી તીર ચલાવીને રાવણ દહન કર્યું હતું. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ Delhiના પટપડગંજ સ્થિત આઈપી એક્સટેન્શન ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા દશેરા કાર્યક્રમમાં જોડાયા હતા અને રાવણ દહન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રીરામના આદર્શો, રામરાજ્યની કલ્પના અને જનકલ્યાણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે રામરાજ્યનો અર્થ માત્ર શાસન કરવાનો નથી, પરંતુ જનતાની સેવા અને કલ્યાણને સર્વોપરી…

Surat : અઢી વર્ષના બાળકનું માથું તપેલીમાં ફસાયું, ફાયર ટીમે કટરથી બહાર કાઢ્યું… Trapped 1

Surat : અઢી વર્ષના બાળકનું માથું 4 કલાક સુધી તપેલીમાં ફસાયું: હોસ્પિટલમાં પણ ન નીકળતાં ફાયર ટીમે 20 મિનિટ કટર ચલાવી માસૂમને બચાવ્યો Surat: Suratના અડાજણ કોઝવે રોડ વિસ્તારમાં આવેલા ઉનાવાલા રબારી કોમ્પ્લેક્સમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે રહેતા માત્ર અઢી વર્ષના માસૂમ બાળકનું માથું ઘરમાં રમતી વખતે નાની તપેલીમાં ફસાઈ ગયું હતું. પરિવારજનોએ બાળકનું માથું બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. લગભગ ચાર કલાક સુધી બાળકનું માથું તપેલીમાં ફસાયેલું રહેતાં પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી. ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પણ તપેલીમાંથી માથું બહાર કાઢવામાં સફળતા મળી નહોતી. અંતે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયર ટીમે સાવચેતીપૂર્વક કટરનો ઉપયોગ કરીને…