નડિયાદ કોર્ટનો ચુકાદો: સગીરા પર અત્યાચાર ગુજારનાર સદામને ૨૦ વર્ષની સજા

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ।

યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ॥

( જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જ્યાં નારીનું અપમાન કે શોષણ થાય છે ત્યાં તમામ સત્કર્મો નિષ્ફળ જાય છે.)

પંકજ મકવાણા – નડિયાદ: ખેડા જિલ્લાની નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે સમાજ માટે એક દાખલારૂપ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપીને એક ૧૬ વર્ષની માસૂમ સગીર દીકરીને વાલીપણામાંથી ભગાડી જઈ, તેની મરજી વિરુદ્ધ અવારનવાર નરાધમ કૃત્ય આચરનાર આરોપી સદામહુસેન યુસુફભાઈ મલેક (રહે. વરસોલા, કસબામાં, તા. મહેમદાવાદ) ને સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે તમામ ગુનાઓમાં કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૩૫,૦૦૦નો આકરો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર પીડિત દીકરીને રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ પુરા) નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કાયદાના આ સખત પ્રહારે સમાજમાં ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

બનાવની વિગતો મુજબ, આ કાળજું કંપાવી દેનારી ઘટના તા. ૧૧/૦૬/૨૦૨૧ના રોજ બની હતી. આરોપી સદામહુસેન મલેકે બપોરના સમયે મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી ફરિયાદીની માત્ર ૧૬ વર્ષ અને ૧ માસની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને પોતાની મોટરસાયકલ (નંબર જીજે-૭બી-બીઈ-૬૨૦૬) ઉપર બેસાડી ત્યાંથી તે સગીરાને આંતરસુંબા નદીના અવાવરૂ કોતરોમાં લઈ ગયો હતો અને આખી રાત પોતાની સાથે રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટની કાર્યવાહી દરમિયાન, આ કેસ નડિયાદની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જ્યાં સરકાર પક્ષ તરફથી મહિલા સરકારી વકીલ યોગીબેન બારોટે ધારદાર રજૂઆતો કરી હતી. સરકારી વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાહેદોની અત્યંત મજબૂત જુબાનીઓને ધ્યાને રાખીને, તેમજ તેમની સચોટ દલીલોને ગ્રાહ્ય રાખીને જજ પી. પી. પુરોહિતે આરોપીને કડક સજા સંભળાવી હતી. જેમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને ૨૫ હજાર દંડ, તેમજ ઈ.પી.કો. કલમ-૩૬૩ (અપહરણ) અને કલમ-૩૬૬ હેઠળ ૫-૫ વર્ષની સખત કેદ અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો તેણે વધુ કેદની સજા ભોગવવી પડશે. કોર્ટના આ ન્યાયથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને કાયદાની સર્વોપરિતા સાબિત થઈ છે.

સમાજમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને લાલચ આપીને આચરવામાં આવતા ગુનાઓ સામે જાગૃત રહેવું અનિવાર્ય છે. આવા કિસ્સાઓમાં કાયદાકીય લડત અને ન્યાયતંત્ર પરનો ભરોસો જ પીડિતને ન્યાય અપાવે છે.

 

 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…