4 ડિસેમ્બરે હૈદરાબાદના એક થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ પણ જાણકારી વગર થિયેટર સુધી પહોંચી ગયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.ઈજાગ્રસ્ત બાળક હાલમાં વેન્ટિલેટર પર હોસ્પિટલમાં દાખલ છે અને જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. જેને લઈને અલ્લુ અર્જુને ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે તેને હોસ્પિટલમાં બાળકને મળવાની મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ તે પરિવારને તમામ શક્ય મદદ કરશે.
અલ્લુ અર્જુને ચિંતા વ્યક્ત કરી:- તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં નાસભાગ અને એક મહિલાના મોતના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને એક દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલો બાળક હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે અને પોતાના જીવનની લડાઈ લડી રહ્યો છે. હવે અભિનેતાએ તેના અધિકારી દ્વારા બાળક માટે ચિંતા વ્યક્ત કરી છે
તેમણે પોસ્ટમાં લખ્યું- “હું શ્રી તેજ માટે ખૂબ જ ચિંતિત છું, જેઓ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટરોની દેખરેખમાં છે. ચાલી રહેલી કાનૂની કાર્યવાહીને કારણે, હું આ સમયે તેમની અને તેમના પરિવારને મળવા માટે અસમર્થ છું. “મારી પ્રાર્થનાઓ તેની સાથે છે અને હું તેની તબીબી અને પરિવારની જરૂરિયાતોની કાળજી લેવા માટે પ્રતિબદ્ધ છું. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું, અને શક્ય તેટલી વહેલી તકે તેના પરિવારને મળીશ.