ગુજરાતમાં ખેતીની જમીનને NA કરવાની પ્રક્રિયા પર એક વર્ષનો બ્રેક, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત સરકારે ખેતીની જમીનોના સંરક્ષણ અને જમીન વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતી (Non-Agricultural – NA)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે.

સરકારના આ નિર્ણયથી ખેતીની જમીનના રૂપાંતરણ સંબંધિત મંજૂરીઓ અને જમીન વ્યવહારો પર સીધી અસર પડશે. ખાસ કરીને વિકાસ પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક વિસ્તરણ અને જમીન સંપાદન માટે થતી ખરીદી-વેચાણની પ્રક્રિયામાં હવે નવી પરિસ્થિતિ ઊભી થશે.

માહિતી મુજબ ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે આપવામાં આવતી મંજૂરી (MO) પર પણ તાત્કાલિક અસરથી રોક મૂકવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ખેતીલાયક જમીનનું અનિયંત્રિત રૂપાંતરણ અટકશે તેમજ જમીનના ભાવમાં થતા કૃત્રિમ વધારાને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

રાજ્ય સરકારના નિર્ણય બાદ સંપાદન પ્રક્રિયામાં આવતી જમીનોના વેપાર પર પણ અસર જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી વિકાસ યોજનાઓ અને પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને ખેતીની જમીનોમાં મોટા પ્રમાણમાં સટ્ટાકીય ખરીદી-વેચાણ થતું હોવાના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. સરકારના નવા નિર્ણયથી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ નિર્ણયને લઈને રિયલ એસ્ટેટ, જમીન વિકાસ અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગોમાં ચર્ચાનો માહોલ છે. બીજી તરફ ખેડૂતો અને કૃષિ હિતધારકો દ્વારા આ પગલાને ખેતીની જમીનના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યું છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રની અમલીકરણ પ્રક્રિયા અને તેના નિયમો અંગે આગામી દિવસોમાં વધુ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. જેના આધારે જિલ્લાકક્ષાએ અને સંબંધિત વિભાગોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આગામી એક વર્ષ દરમિયાન ખેતીની જમીનના રૂપાંતરણ અને જમીન વ્યવહારોના ક્ષેત્રમાં નોંધપાત્ર અસર જોવા મળી શકે છે.

 

 

 

  • Related Posts

    30 સપ્ટેમ્બરે INDIA બ્લોકની બેઠક: જ્ઞાનેશ કુમાર સામે હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા, SIR મુદ્દો પણ રહેશે કેન્દ્રમાં…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચ અને મતદાર યાદીના Special Intensive Revision (SIR) મુદ્દે રાજકીય ગરમાવો વચ્ચે વિપક્ષી INDIA બ્લોકના નેતાઓ 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સંસદમાં રજૂ થનારા હટાવવાના પ્રસ્તાવ અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે. બેઠકમાં SIRની પ્રક્રિયા, ચૂંટણી પંચ સાથે જોડાયેલા તાજેતરના વિવાદો અને વિપક્ષની સંયુક્ત કાર્યવાહી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર બેઠક નવી દિલ્હીની Constitution Club of India ખાતે યોજાવાની છે. આ બેઠક પહેલાં 29 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાવાની છે, જેમાં પાર્ટી જ્ઞાનેશ કુમાર અને SIR મુદ્દે પોતાની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. જ્ઞાનેશ કુમાર સામે શું છે વિપક્ષની તૈયારી? INDIA બ્લોક સાથે…

    ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIRની સમયમર્યાદા લંબાવી, નવી તારીખો નક્કી કરી…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર યાદીના Special Intensive Revision (SIR) એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણને લઈને દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હી માટે હવે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2026 અને મહારાષ્ટ્ર માટે 12 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે પણ નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી એવા મતદારોને વધુ સમય મળશે જેમના નામ, વિગતો અથવા અગાઉના રેકોર્ડ સાથે સંબંધિત કોઈ વિસંગતિ સામે આવી છે અને જેમને પોતાની માહિતી અંગે દાવો કે વાંધો નોંધાવવાનો છે. દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી દાવા-વાંધા ચૂંટણી પંચના…