દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય! PM મોદી ૫ જૂને રચશે નવો ઇતિહાસ

ગુજરાતના વિકાસ રથને વધુ વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૫ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કુલ ₹૧૮,૭૭૭ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપશે.

આ મહા-વિકાસકાર્યોમાં સૌથી મહત્વનો હિસ્સો GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ તૈયાર થયેલા ₹૧૦૬૩.૪૩ કરોડના ૮ મેગા પ્રોજેક્ટ્સનો છે, જેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાને ₹૮૯૪ કરોડથી વધુના અને વલસાડ જિલ્લાને ₹૧૬૯.૩ કરોડના પ્રોજેક્ટ્સ મળવા જઈ રહ્યા છે.

  • દહેજ PCPIR એફ્લુઅન્ટ પાઇપલાઇન (₹૪૭૪.૬૧ કરોડ): દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે ૯૦ MLD ક્ષમતાની અત્યાધુનિક ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ પાઇપલાઇન શરૂ કરાશે, જે PLC SCADA સિસ્ટમથી સજ્જ છે.

  • જંબુસર બલ્ક ડ્રગ પાર્ક (₹૨૭૪.૯૬ કરોડ): ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોના વિકાસને નવી પાંખો આપવા માટે અહીં રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી આંતરમાળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

  • દહેજ-૨ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન: સુવા પમ્પિંગ સ્ટેશનથી અંતિમ સ્ટેશન સુધી ૩૦ MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાશે, જે ડ્રેનેજ વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવશે.

  • પાનોલી અને અંકલેશ્વરનો વિકાસ: પાનોલી વિસ્તરણમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ, પાણી પુરવઠા નેટવર્ક અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ તેમજ અંકલેશ્વરમાં એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન માટે ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થશે.

  • દહેજ-૧ નેચરલ ડ્રેઇન-૨ અપગ્રેડેશન: ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને મજબૂત કરવા આ કામગીરી કરાઈ છે.

  • CETP પ્લાન્ટનું અપગ્રેડેશન: સરીગામ સ્થિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા ૧૫ MLDથી વધારીને ૨૫ MLD કરવામાં આવી છે, જેથી પર્યાવરણના નિયમોનું કડક પાલન થઈ શકે.

  • આઉટફૉલ પાઇપલાઇન પ્રોજેક્ટ: સરીગામ વસાહતમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે નવી HDPE ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇન નેટવર્ક કાર્યરત થશે, જે ઊંડા સમુદ્રમાં સુરક્ષિત નિકાલ સુનિશ્ચિત કરશે.

  • Related Posts

    ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIRની સમયમર્યાદા લંબાવી, નવી તારીખો નક્કી કરી…..

    નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર યાદીના Special Intensive Revision (SIR) એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણને લઈને દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા લંબાવી છે. દિલ્હી માટે હવે દાવા-વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2026 અને મહારાષ્ટ્ર માટે 12 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ નોટિસ તથા દાવા-વાંધાના નિકાલ માટે પણ નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી એવા મતદારોને વધુ સમય મળશે જેમના નામ, વિગતો અથવા અગાઉના રેકોર્ડ સાથે સંબંધિત કોઈ વિસંગતિ સામે આવી છે અને જેમને પોતાની માહિતી અંગે દાવો કે વાંધો નોંધાવવાનો છે. દિલ્હીમાં 30 ઓક્ટોબર સુધી દાવા-વાંધા ચૂંટણી પંચના…

    Ahmedabad : 14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Protection

    14 મહિલાઓ ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી, રાજકોટ-Ahmedabadમાં ઓફિસ ખોલી લોનના નામે છેતરપિંડી Ahmedabad ગુજરાતમાં ખેડૂતોને સરળતાથી લોન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી જમીનના દસ્તાવેજો અને લાખો રૂપિયા પડાવતી ટોળકી સામે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ, આ કથિત ટોળકીમાં 14 મહિલાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ફોન પર વાત કરીને ખેડૂતોને લોન અપાવવાની ખાતરી આપવામાં આવતી અને ત્યારબાદ તેમને અલગ-અલગ પ્રક્રિયાના નામે ઓફિસે બોલાવવામાં આવતા હોવાનો આક્ષેપ છે.આ કથિત છેતરપિંડીનું નેટવર્ક રાજકોટ અને Ahmedabadમાં ઓફિસ મારફતે ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન 8 જિલ્લાઓના 32 જેટલા ખેડૂતોના દસ્તાવેજો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા દસ્તાવેજો, બેંક વ્યવહારો, ફોન કોલ્સ અને આરોપીઓ વચ્ચેના…