બુલેટિન ઈન્ડિયા સુરત : સુરતથી ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટને જોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 નવી વોલ્વો એસી લક્ઝરી બસોને અહીંના એસવીએનઆઈટી સર્કલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ફ્લ્ગ કરી હતી.
નવી બસોમાં ૪૭ બેઠક ક્ષમતા છે જેમાં ૨ બાય ૨ ચામડાની આરામદાયક પુશ બેક બેઠકો અને મોબાઇલ ફોન ચાર્જિંગ સુવિધા છે. બસો ૧૩.૫૦ મીટર લાંબી છે. તેમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, સીસીટીવી કેમેરાની તકેદારી, સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો છે.
હવે સુરતથી ગાંધીનગર, ગાંધીનગરથી સુરત, સુરતથી નહેરુનગર (અમદાવાદ), નહેરુનગરથી સુરત અને સુરતથી રાજકોટ સુધીની બસો ચાલુ છે.