અમિત શાહનો BSFને કડક સંદેશ: “માત્ર બોર્ડર નહીં, 50 કિમી સુધીની સુરક્ષા આપણી જવાબદારી”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ રાજસ્થાનના બિકાનેર સરહદી વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે સંવાદ કર્યો અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી.

“50 કિલોમીટર સુધીની હરકતો પર નજર રાખવી જરૂરી”
બિકાનેરના સાંચુ પોસ્ટ ખાતે યોજાયેલા ‘પ્રહરી સંમેલન’માં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે હવે BSFએ માત્ર સરહદની જ નહીં પરંતુ સરહદથી 50 કિલોમીટર સુધીના વિસ્તારોમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવી પડશે. તેમણે જણાવ્યું કે જો કોઈ વિસ્તારમાં અસામાન્ય વસ્તી વધારો, ગેરકાયદે બાંધકામ અથવા શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળે તો તેની જાણ તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અને પોલીસને કરવી જરૂરી છે.

ડ્રોન મારફતે થતી તસ્કરીને ગણાવ્યો મોટો ખતરો
અમિત શાહે સરહદ પારથી ડ્રોન મારફતે થતી હથિયારો અને નશીલા પદાર્થોની તસ્કરીને ગંભીર પડકાર ગણાવ્યો. તેમણે કહ્યું કે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો બની રહી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આગામી છ મહિનામાં સરહદી વિસ્તારોમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરશે, જેથી ડ્રોન દ્વારા થતી ઘૂસણખોરી અને તસ્કરીને રોકી શકાય.

“ડ્રોન ક્યાં ઉતરે છે તેની સંપૂર્ણ દેખરેખ રાખો”
ગૃહમંત્રીએ BSF જવાનોને સૂચના આપી કે ડ્રોન ક્યાં ઉતરે છે, તેને કોણ સ્વીકારે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તેની સતત મોનિટરિંગ રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ પણ આધુનિક પદ્ધતિઓ અપનાવવી પડશે.

ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડ બનાવાશે
અમિત શાહે જણાવ્યું કે સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડ તૈયાર કરવામાં આવશે. જેમાં BSF, ભારતીય સેના, સ્થાનિક, નાગરિકો, રાજ્ય સરકાર મળીને કામ કરશે. તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય એવું મજબૂત સુરક્ષા તંત્ર ઉભું કરવાનો છે કે દુશ્મન ભારત પર હુમલો કરવાની હિંમત પણ ન કરી શકે.

“2014 પછી સુરક્ષા નીતિમાં મોટો બદલાવ આવ્યો”
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વર્ષ 2014 બાદ દેશની સુરક્ષા નીતિમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોનું આધુનિકીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને સરહદોની સુરક્ષા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.

 

 

  • Related Posts

    જન્માષ્ટમીએ Dakor બન્યું કૃષ્ણમય: કાળિયા ઠાકોરના દર્શને ઉમટી ભક્તોની ભીડ, Spiritual Convergence 2026

    જન્માષ્ટમીએ Dakorબન્યું કૃષ્ણમય: કાળિયા ઠાકોરના દર્શને ઉમટી ભક્તોની ભીડ, ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગુંજ્યું ડાકોર Dakor: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમીના પાવન પર્વે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ Dakorઆજે ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું છે. રણછોડરાયજી મહારાજ એટલે કે કાળિયા ઠાકોરના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ડાકોરમાં ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર સહિત સમગ્ર ડાકોર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ચારેય તરફ ‘જય શ્રીકૃષ્ણ’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ ગુંજી રહ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે Dakorના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના શિખરથી લઈને ગર્ભગૃહ સુધી ફૂલો, રોશની અને વિવિધ પ્રકારના શણગારથી મંદિરને સજાવવામાં આવ્યું છે. ભગવાન રણછોડરાયજીના વિશેષ દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ->…

    Estonia Defence Minister Resigns: Major Controversy! Shocking 2026:યુક્રેનને સમયસર તોપના ગોળા ન મળતા ભારતીય કંપની જોડાયેલી ડીલ સવાલોના ઘેરામાં

    Estonia ના રક્ષામંત્રીએ રાજીનામું આપ્યું: યુક્રેનને સમયસર તોપના ગોળા ન આપી શકવાના વિવાદ વચ્ચે ભારતીય કંપની જોડાયેલી ડીલ ચર્ચામાં Estonia ના રક્ષા મંત્રી હાનો પેવકુરે રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા પાછળ યુક્રેન માટે કરવામાં આવેલી અંદાજે 768 કરોડ રૂપિયાની દારૂગોળાની ડીલને મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહી છે. આ ડીલમાં ઇટાલીમાં રજિસ્ટર્ડ કંપની Datasell SRL સામેલ હતી, જેની સાથે ભારતીય કંપનીના જોડાણને લઈને પણ ચર્ચા થઈ રહી છે. કંપનીને તોપના ગોળા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સમયસર સપ્લાય ન થવા અને કેટલાક ગોળા અધૂરા હોવાના આક્ષેપો સામે આવ્યા. ->Estonia 768 કરોડની ડીલથી શરૂ થયો વિવાદ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનને મોટા પ્રમાણમાં દારૂગોળાની જરૂરિયાત ઊભી થઈ છે.…