અમદાવાદ: વીજળી ઘર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસનો ‘ખુલ્લેઆમ તોડ’? TRB જવાન ચેકિંગ કરે ને સાહેબ તમાશો જુએ!

અમદાવાદ:શહેરમાં ટ્રાફિક નિયમન અને લોકોની સુરક્ષા માટે તૈનાત ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવી છે. અમદાવાદના ઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળ આવતા વીજળી ઘર ચાર રસ્તા બીટ પરથી ખાખીને દાગ લગાડતી એક કથિત ઘટના સામે આવી રહી છે.

વીજળી ઘર ચાર રસ્તા બીટ પર નિયમોના નામે વાહનચાલકોની કનડગતની આશંકા.TRB જવાનો લાયસન્સ અને RC બુક ચેક કર્યા બાદ તોડબાજી કરતા હોવાનો આક્ષેપ.પોલીસ ઇન્ચાર્જ સાઇડમાં બેસી તમાશો જોતા હોવાની ચર્ચા: ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે?

અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ‘તોડ’ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.TRB જવાનો આગળ, સાહેબ સાઈડમાં!

મળતી માહિતી મુજબ, વીજળી ઘર ચાર રસ્તા પર TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને આગળ ધરીને આખી રમત રમવામાં આવી રહી છે. કાયદાકીય રીતે TRB જવાનો પાસે વાહનો રોકવાની કે વાહનો ચેક કરવાની મર્યાદિત સત્તાઓ હોય છે, છતાં અહીં તેઓ ખુલ્લેઆમ વાહનચાલકોને રોકીને લાયસન્સ અને આરસી બુક (RC Book) જેવા દસ્તાવેજો તપાસી રહ્યા છે. આરોપ છે કે કાગળો ચેક કર્યા બાદ વાહનચાલકોને ડરાવી-ધમકાવીને વહીવટ (તોડ) કરવામાં આવી રહ્યો છે. આ આખી પ્રક્રિયા દરમિયાન બીટના પોલીસ ઇન્ચાર્જ સાઇડમાં આરામથી બેસીને આ તમાશો જોઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.બપોરે ૨:૫૦ સુધીમાં ૩૦૦થી વધુ ગાડીઓ રોકાઈઆજે સવારથી લઈને બપોરે ૨:૫૦ વાગ્યા સુધીમાં જ આ આખી બીટ પર અંદાજે ૩૦૦થી વધુ નાની-મોટી ગાડીઓને ઉભી રાખવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં વાહનો રોકવા પાછળનો હેતુ ટ્રાફિક નિયમન હતું કે કંઈક બીજું તે હવે તપાસનો વિષય બન્યો છે.સૌથી મોટો સવાલ: શું આ દંડ છે કે ભ્રષ્ટાચાર?હવે સ્થાનિકો અને વાહનચાલકોમાં એ જ ચર્ચા ચાલી રહી છે કે સવારથી અટકાવેલી આ ૩૦૦થી વધુ ગાડીઓમાંથી કેટલી ગાડીઓને કાયદેસરના સરકારી મેમો (દંડની રસીદ) આપવામાં આવતી નથી? અને કેટલી ગાડીઓ પાસેથી રસીદ વગર જ નાણાં પડાવીને જવા દેવામાં આવી છે?

ડિજિટલ અને ઈ-ચલાણના જમાનામાં પણ આ પ્રકારે રસ્તા પર થતી કથિત તોડબાજી ટ્રાફિક વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ કોઈ એક્શન લે છે કે પછી મામલા પર પડદો પાડી દેવાય છે.

 

 

Related Posts

NIA કોર્ટનો વ્યાપ વધ્યો: ગુજરાતમાં નવા બે કેન્દ્રોને સરકારની મંજૂરી.2026

ગુજરાતમાં બે નવી NIA કોર્ટને મંજૂરી: આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના કેસોના ઝડપી નિકાલ માટે મોટું પગલું અમદાવાદ: દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાતને વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી…

ગુજરાત બન્યું CSR મોડેલ: સામાજિક વિકાસ માટે ઉદ્યોગોનો ખર્ચ ૬૮% વધ્યો!2026

ગુજરાતમાં CSR ખર્ચમાં દેશભરમાં સૌથી વધુ 68% વધારો: સામાજિક વિકાસમાં ઉદ્યોગોનું વધતું યોગદાન, રાજ્ય બન્યું કોર્પોરેટ જવાબદારીનું મોડેલ અમદાવાદ: ગુજરાતે ફરી એકવાર વિકાસના ક્ષેત્રમાં દેશ માટે નવી સિદ્ધિ નોંધાવી છે.…