ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલને લઈને પેનિક બાઈંગ, પેટ્રોલ પંપો પર લાગી લાંબી કતારો

દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે લોકોમાં ગભરાટનું માહોલ જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

અફવાઓના કારણે લોકો આગામી દિવસો માટે વધારાનું ઈંધણ ભેગું કરવા માટે ગેલોન, બોટલો અને મોટા કન્ટેનરો લઈને પેટ્રોલ પંપો પર પહોંચી રહ્યા છે. અચાનક વધી ગયેલી માંગને કારણે કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક તાત્કાલિક ખૂટી જવાની સ્થિતિ પણ ઉભી થઈ છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ અને રોજિંદા કામકાજ પર અસર જોવા મળી રહી છે.

દેશમાં ઈંધણની કોઈ અછત નથી: પેટ્રોલિયમ મંત્રાલય
આ સમગ્ર મામલે પેટ્રોલિયમ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. મંત્રાલયના સચિવ સુજાતા શર્મા એ જણાવ્યું છે કે દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. તેમણે જણાવ્યું કે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં લોકો ગભરાટના કારણે જરૂરિયાત કરતાં વધુ ઈંધણ ખરીદી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સપ્લાય પર તાત્કાલિક દબાણ ઉભું થયું છે.

માંગ અચાનક કેમ વધી?
સરકારે આ સ્થિતિ પાછળના કેટલાક મુખ્ય કારણો પણ જણાવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ ઘણા વિસ્તારોમાં ખેતીવાડીની કામગીરીને કારણે ડીઝલની માંગ વધી છે. ઉપરાંત કેટલાક લોકો મોટા પ્રમાણમાં ઈંધણનો જથ્થો ભેગો કરી રહ્યા છે. સરકારના કહેવા પ્રમાણે કેટલાક ખાનગી સપ્લાયર્સ પાસેથી થતી માંગ હવે સરકારી તેલ કંપનીઓ અને જાહેર પેટ્રોલ પંપો તરફ વળી ગઈ છે, જેના કારણે જાહેર રિટેલ આઉટલેટ્સ પર વધુ દબાણ જોવા મળી રહ્યું છે.

સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે
પેટ્રોલિયમ મંત્રાલય એ જણાવ્યું છે કે સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંપર્કમાં છે અને જ્યાં જરૂર હોય ત્યાં વધારાનો સ્ટોક પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મંત્રાલય સ્તરે દરેક પેટ્રોલ પંપ પર સપ્લાયની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી ક્યાંય ઈંધણની તાત્કાલિક અછત સર્જાય તો તરત જ સ્ટોક ફરીથી ઉપલબ્ધ કરાવી શકાય.

લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ
તંત્ર દ્વારા લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ-ડીઝલ ખરીદી ન કરવાની અપીલ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય વ્યવસ્થા સંપૂર્ણ રીતે કાર્યરત છે.

 

 

 

  • Related Posts

    સુરક્ષાને પ્રાથમિકતા! વલસાડમાં ભારે વરસાદ વચ્ચે કારખાનાઓ અને ફેક્ટરીઓ બંધ 2026 Emergency Closure

    ભારે વરસાદ વચ્ચે વલસાડમાં મોટો નિર્ણય: તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમો એક દિવસ માટે બંધ, શ્રમયોગીઓની સુરક્ષાને પ્રાથમિકતા | Valsad Heavy Rain News મેટા ટાઇટલ: વલસાડમાં ભારે વરસાદને કારણે તમામ…

    ભારે વરસાદ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, સુરત-વલસાડમાં મંત્રીઓ તૈનાત Emergency Command 2026 Top Priority

    ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં: સુરત, વલસાડ અને નવસારીમાં વરિષ્ઠ મંત્રીઓ અને સચિવોને તાત્કાલિક રવાના | Gujarat Rain News મેટા ટાઇટલ: ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો…