આવતી કાલે થશે જુનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખની પસંદગી

રવિવારે ભાજપ નક્કી કરશે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મહિલાને સોંપશે સુકાન. કોના પર ઢોળાશે પસંદગીનો કળશ અને કોણ હશે નવા મહિલા સુકાની 

જિલ્લા પંચાયતની ચૂંટણીના તમામ પરિણામો આવી ગયા છે. ત્યાર બાદ હવે ચૂંટાયેલા સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના નાણાપ્રધાન એવા કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવાની પ્રક્રિયા બહુમતી ધરાવતા ભાજપે શરૂ કરી છે. આગામી રવિવારે જુનાગઢ ખાતે આયોજિત સેન્સ પ્રક્રિયામાં પ્રથમ ટર્મ એટલે કે અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને લઈને પાર્ટી નિર્ણય કરશે. ત્યાર બાદ જિલ્લા પંચાયતના સચિવ દ્વારા પ્રથમ સાધારણ સભા બોલાવવામાં આવશે, જેમાં ભાજપે પસંદ કરેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વિધિવત રીતે વરણી થશે.

આ પણ વાંચો –  OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

જિલ્લા પંચાયતની મતગણતરીઓ પૂર્ણ થયા બાદ 30 સભ્યોની સંખ્યાબળ ધરાવતી જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપના 23 અને આમ આદમી પાર્ટીના 07 સભ્યો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. ફરી એક વખત જિલ્લા પંચાયતના ભાજપને બહુમતી મળી છે, ત્યારે આ વખતની પ્રથમ ટર્મ માટે જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ સામાન્ય બેઠક પરથી ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના સભ્ય બનેલા મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. આગામી રવિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના અગ્રણીઓ દ્વારા ચૂંટાયેલા તમામ 23 સભ્યોની સાથે જિલ્લાના આગેવાનોને પ્રમુખ પદને લઈને સાંભળવાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો પર અંતિમ નિર્ણય થશે. જેને પ્રદેશ સંકલન સમિતિ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવશે, ત્યાર બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા મહિલા પ્રમુખની જાહેરાત થશે.
કોણ બની શકે છે મહિલા પ્રમુખ ?

આ વખતની પ્રથમ ટર્મ એટલે કે અઢી વર્ષ માટે મહિલા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ સામાન્ય બેઠક પરથી ચૂંટણી જીતેલી મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. જેમાં મટીયાણા બેઠક પરથી ચૂંટાયેલા હર્ષાબેન સવસાણી કુકસવાડા બેઠક પરથી ચૂંટણી જીતેલા અસ્મિતાબેન ચૌહાણ, અમરાપુર ગીરની બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતેલા નિમુબેન ચૌહાણ, વિસાવદરની સૌથી ચર્ચાસ્પદ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી સરસઈ બેઠક પરથી લીનાબેન કાવાણી મેંદરડાની બેઠક પરથી અસ્મિતાબેન ઠુંમર અને મેખડી બેઠક પરથી ચૂંટણી જીતેલા વનિતાબેન વાસણ મુખ્ય દાવેદારો માનવામાં આવી રહ્યા છે. જો પ્રદેશ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ વિસાવદર વિધાનસભાને ધ્યાને રાખીને પ્રમુખનું પદ નક્કી કરે તો લીનાબેન કાવાણી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ બની શકે છે. તેની પાછળ ભાજપનો તર્ક એ પણ હોઈ શકે છે કે, વિસાવદર વિધાનસભામાં જે રીતે આમ આદમી પાર્ટી દરેક ચૂંટણીમાં સૌથી મજબૂત બનીને આગળ આવી છે, તેની સામે રાજકીય પ્રતિસ્પર્ધા ઉભી થાય અને ફરી એક વખત વિસાવદરમાં ભાજપનો જનાધાર વધે તેઓ નિર્ણય થાય તો લીલાબેન કાવાણીને પંચાયતના પ્રમુખ ભાજપ બનાવી શકે છે. આ સિવાય જો અન્ય જ્ઞાતિની મહિલાઓ પર પ્રદેશ ભાજપ કોઈ નિર્ણય કરે અને ખાસ કરીને ઓબીસી ફેક્ટરને ધ્યાને રાખે તો કુકસવાડાના અસ્મિતાબેન ચૌહાણ, અમરાપુરના નિમુબેન ચૌહાણ અને મેખડીના વનિતાબેન વાસણ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે છે, જો ભાજપનું પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ લેઉવા અને કડવા પાટીદાર વર્ચસ્વ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાનું મન બનાવે તો મેંદરડા બેઠક પરથી ચૂંટાયેલા અસ્મિતાબેન ઠુંમર અને મટીયાણા બેઠક પરથી ચૂંટાયેલા હર્ષાબેન સવસાણી પણ જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે છે.
જિલ્લા વિકાસ અધિકારી બોલાવશે પ્રથમ જનરલ બોર્ડ

આ પણ વાંચો – અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

સામાન્ય રીતે કોઈ પણ જિલ્લા પંચાયતની નવી પેનલ ચૂંટણી જીતીને પંચાયતમાં આવતી હોય છે, ત્યારે પ્રથમ જનરલ બોર્ડ જિલ્લા પંચાયતના સચિવ તરીકે જિલ્લા વિકાસ અધિકારી બોલાવતા હોય છે. જેમાં એક માત્ર એજન્ડા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવા માટેની હોય છે. જેથી આવતા અઠવાડિયે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતનું પહેલું જનરલ બોર્ડ બોલાવવામાં આવશે. જેમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જે સભ્યોને પ્રમુખ પદ માટે નોમિનેશન આપવામાં આવશે, તે હોદ્દેદારો વિધિવત રીતે પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે જનરલ બોર્ડમાં ચૂંટાશે. ત્યાર બાદ તેઓ વિધિવત રીતે જિલ્લા પંચાયતની સત્તાના સુત્રો સંભાળશે

#Junagadh_District_Panchayat #President #BPJ

Follow us on

  • Related Posts

    મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, Premeditated Criminal Trap

    મધ્યપ્રદેશથી Ahmedabad આવેલા યુવક સાથે લૂંટ: રિક્ષામાં યુ.એન. મહેતા હોસ્પિટલ જતા સમયે ગલીમાં લઈ જઈ 4 શખસે ₹45 હજાર પડાવી લીધા, કાલુપુર પોલીસે ગુનો નોંધ્યો Ahmedabadના કાલુપુર વિસ્તારમાં મધ્યપ્રદેશથી સારવાર માટે આવેલા એક યુવક સાથે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવક રિક્ષામાં બેસીને યુ.એન. મહેતા હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સહિત ચાર શખસોએ તેને કથિત રીતે એક ગલીમાં લઈ જઈ રોક્યો હતો અને તેની પાસેથી રોકડ સહિત કુલ ₹45 હજાર પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાને લઈને યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક મધ્યપ્રદેશથીAhmedabad આવ્યો હતો અને હોસ્પિટલ જવાના રસ્તામાં તેની સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું…

    Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

    Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…