OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

દેશ સહિત ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. દેશનાં અનેક શહેરો અભૂતપૂર્વ તાપ અને ગરમીની ઝપેટમાં જોવામાં આવી રહ્યા છે. ગરમીની સાથે સાથે દેશનાં અનેક ભાગોમાં વરસાદે પણ કહેર વહેર્યો છે. ત્યારે ગુજરાતમાં અસહ્ય ગરમીનાં પ્રકોપની સાથે સાથે બીજો પણ પ્રકોર આકાર લેતો હોવાની ચેતવણી રૂપ આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

આ પણ વાંચો – ભારે ગંભીર બાબત : “પૂનમ ભરવા અંબાજી આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો”

ગરમી અને તાપનાં પ્રકોપ વચ્ચે ગુજરાતનાં જાણીતા અને ગુજરાતીઓનાં માનીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમીની વચ્ચે જ વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. તેમના જણાવ્યા મુજબ, 6 થી 12 મે દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ પલટો પશ્ચિમી વિક્ષેપનને કારણે સર્જાશે. મે મહિનાના અંતમાં ફરી ગરમી વધશે, પરંતુ જૂનની શરૂઆતમાં વિધિવત વરસાદની શક્યતા પણ પોતાની આગાહીમાં આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે અને માટે જ સૌરાષ્ટ્ર માટે કપરા દિવસો આવશે. હવામાન વિભાગના મતે પવનોની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેનાથી અસહ્ય ઉકળાટ અનુભવાશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા ઓછી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો – અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટ માટે મનપા દ્વારા ગરમીને લઈ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકો માટે હેલ્થ એડવાઈઝરી બહાર પાડી છે. તંત્ર દ્વારા લોકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ શરબત, તરબૂચ અને ટેટી જેવા ફળોનું સેવન કરવા સૂચન કરવામાં આવ્યું છે. શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બપોરના સમયે કામ ન કરાવવા પણ સૂચના અપાઈ છે.

#Ambalal_Patel #weather #forecast #OMG #Rain #tension #Gujarat #big_prediction #Heat

Follow us on

  • Related Posts

    BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

    (BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી 8 Remarkable Intervention

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા  BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસ બાદ તેમના એક મિત્રને જમીન પરત મળવાની ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં BJPના ધારાસભ્યએ કબજો છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જમીન પર બાંધકામ માટે આપવામાં આવેલી પરમિટ પણ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે જમીન પરત મળવાની કાર્યવાહી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના માત્ર આઠ દિવસ બાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ…