મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કિશોરભાઈ મહેન્દ્રનગરના વોર્ડ નંબર 4 ખાતે આગેવાનને મળવા ગયા હતા અને ત્યાં અચાનક હાર્ટ એટેક થતાં સારવાર માટે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થઈ ગયું. કિશોરભાઈનું પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો શોક વ્યક્ત કરવા માટે હાજર થયા છે.

કિશોરભાઈ ચીખલિયા તેમના મિલનસાર સ્વભાવ અને લડાકુ નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી ચીખલિયા પરિવાર અને મોરબી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં શોક છવાયો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…