ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન મજબૂત કરવાની કવાયત: 42 જિલ્લા-મહાનગર અને 7 મોરચાના પ્રભારીની નિમણૂક

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ તેમજ 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર માંથી બહાર પડેલા નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલની નિમણુંક કરવામાં આવી છે.

સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રભારીને પોતાના વિસ્તારમાં બૂથ સ્તર સુધી સંગઠન સક્રિય બનાવવું, સરકારની યોજનાઓ જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવી અને કાર્યકરો સાથે સીધી સંવાદ વ્યવસ્થા મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ શાંત કરવાની કોશિશ પણ આ ગોઠવણ પાછળ હોવાની ચર્ચા છે. મહત્વના શહેરોમાં વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપાતા સંકેત મળી રહ્યા છે કે સંગઠનમાં હવે ‘પરફોર્મન્સ’ આધારિત ભૂમિકા વધુ મહત્વ ધરાવશે. રાજકીય વિશ્લેષકોના મતે, આવનારા સમયમાં આ પ્રભારીઓની કામગીરી જ તેમની રાજકીય ઊંચાઈ નક્કી કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabadમાં દુબઈ જેવો ટાવર, ₹570 કરોડનો પ્રોજેક્ટ!…

દુબઈ જેવી સ્કાયલાઈન Ahmedabadમાં! ₹570 કરોડના ખર્ચે બનશે ‘સિટી સ્ક્વેર’: સિંધુ ભવન રોડ પર 175 મીટર ઊંચો ટાવર, હવામાં રેસ્ટોરન્ટ અને સ્કાય વોકનો અનુભવ Ahmedabad: ગુજરાતના આર્થિક અને આધુનિક શહેર તરીકે ઓળખાતા Ahmedabadને નવી ઓળખ આપવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર આશરે ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 175 મીટર એટલે કે આશરે 574 ફૂટ ઊંચો આઇકોનિક ટાવર હશે, જે અંદાજે 55 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવશે. ટાવરમાં ઊંચાઈ પર રેસ્ટોરન્ટ, ટેરેસ ડેક કેફે, સ્કાય ડેક અને સ્કાય વોક બનાવવાનું આયોજન છે. અહીં કોફી પીવાની સાથે શહેરનો રાત્રિનો નજારો નિહાળવાનો અનોખો અનુભવ મળી શકે છે. આ ઉપરાંત…

હેલોવીનમાં ઓરી બન્યા ‘તુમ્બાડ’ના હસ્તર, ડરામણો લુક થયો વાયરલ… 1

હેલોવીન પાર્ટીમાં ઓરીનો ખૌફનાક અવતાર! ‘તુમ્બાડ’ના હસ્તર બનીને છવાયા, લાલ રંગની બોડી અને અણીદાર નખ જોઈ ફેન્સના હોશ ઊડ્યા મુંબઈ: બોલિવૂડના સેલિબ્રિટી સર્કલમાં પોતાની અનોખી સ્ટાઇલ અને અતરંગી અંદાજ માટે જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હેલોવીન 2026 નિમિત્તે ઓરીએ એવો ડરામણો લુક અપનાવ્યો છે કે તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વખતે તેમણે વિદેશી ભૂત, વેમ્પાયર કે ઝોમ્બી બનવાને બદલે ભારતીય હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ના ખૌફનાક પાત્ર હસ્તરનો અવતાર ધારણ કર્યો છે. આખા શરીર પર લાલ રંગનું પેઇન્ટ, આંખોની આસપાસ કાળા વર્તુળો, માથા પર જૂનો મુગટ અને હાથ-પગમાં લાંબા અણીદાર નખ સાથે ઓરીનો લુક ખરેખર ડરામણો લાગી રહ્યો છે. તેમના આ અનોખા અવતારને જોઈને ફેન્સને…