નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ સાથીઓ માટે ‘ઝીરો વેસ્ટ તાલીમ શિબિર’ યોજાઈ

સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત નવસારી શહેરને ‘ઝીરો વેસ્ટ’ બનાવવાના હેતુસર નવસારી મહાનગરપાલિકા દ્વારા એ.એમ.સી ટાઉનહોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 થી સાંજે 4:00 કલાક સુધી યોજાયેલી આ શિબિરમાં કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને વર્ગીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

તાલીમ દરમિયાન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના નિષ્ણાતોએ સફાઈ કર્મચારીઓને કચરાના સંચાલન, રિસાયક્લિંગ પદ્ધતિઓ અને સ્વચ્છતાની આધુનિક ટેકનિક અંગે પ્રાયોગિક માહિતી આપી. પ્લાસ્ટિક, કાગળ, ધાતુ, બાયો-મેડિકલ કચરો તેમજ ઇ-વેસ્ટના યોગ્ય નિપટારા અંગે પણ માર્ગદર્શન અપાયું.

કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે તાલીમમાં પ્રાપ્ત જ્ઞાનથી શહેરની સ્વચ્છતા વધુ મજબૂત બનશે અને સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યો હાંસલ કરવામાં સહાય મળશે. મ્યુનિસિપલ કમિશનરે પણ કર્મચારીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું કે દરેક કર્મચારીના સમર્પણથી નવસારી ‘ઝીરો વેસ્ટ’ દિશામાં આગળ વધી શકે છે.

શિબિરમાં પીઈટી, એચડીપીઈ, પીવીસી, એલડીપીઈ, પીપી, પી.એસ. જેવા વિવિધ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ અને રિસાયક્લિંગ પ્રક્રિયા સમજાવવામાં આવી. ઉપરાંત કાગળ, ધાતુ, જૈવિક અને ખતરનાક કચરાના વૈજ્ઞાનિક નિકાલ અંગે વિગતવાર સમજ અપાઈ. સમગ્ર તાલીમ ‘રીયુઝ, રિડ્યૂસ અને રિસાયકલ’ના સિદ્ધાંત પર આધારિત રહી.

નવસારી મહાનગરપાલિકાના આ પ્રયત્નથી સફાઈ કર્મચારીઓમાં કચરાના વૈજ્ઞાનિક સંચાલન અંગે જાગૃતિ વધશે અને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં શહેરને ઉત્તમ પ્રદર્શન માટે મદદરૂપ થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…