ગુજરાતમાં 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સરકારી ભરતી: મંત્રી ઈશ્વરસિંહ પટેલનું મોટું એલાન

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત જાહેર સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ના વિઝનને સાકાર કરવા અને રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને રોજગારી આપવા અમારી સરકાર કટિબદ્ધ છે.

મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ ને વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 306 જગ્યાઓ માટે માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2024માં 73 અને વર્ષ 2025માં 233 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી 240 જગ્યાઓ માટેની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેના પરિણામો જાહેર કરી ટૂંક સમયમાં જ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સરકારી ભરતીમાં સાતત્ય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. આ આયોજન હેઠળ વર્ષ 2024 થી 2033 દરમિયાન કુલ 2,10,582 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગત વર્ષમાં જ 30,000 થી વધુ સફળ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રી પટેલે કહ્યું હતું કે રાજ્યમાં ઉચ્ચ વહીવટી સ્તરે ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી પણ વેગવંતી છે. હાલની સ્થિતિ પ્રમાણે વર્ગ-1ની કુલ 13,803 મંજૂર જગ્યાઓ સામે 7535 જગ્યાઓ તથા વર્ગ-2ની કુલ 34335 મંજૂર જગ્યાઓ સામે 22857 જગ્યાઓ ભરાયેલી છે.

રાજ્ય સરકાર માત્ર સામાન્ય ભરતી જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગને ન્યાય આપવા કટિબદ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગો માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા ‘ખાસ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે, જેના હેઠળ વિવિધ સંવર્ગોમાં અનામત જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે તે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh…

અમેરિકામાં ઐતિહાસિક ‘બોમ્બ ચક્રવાત’નો કહેર: 40 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત

અમેરિકામાં હાલમાં દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાતા શિયાળાના તોફાનનો સામનો કરી રહ્યું છે. ઐતિહાસિક ‘બોમ્બ ચક્રવાત’ના પ્રભાવથી દેશના ઉત્તરપૂર્વ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. 40 મિલિયનથી વધુ લોકો હિમવર્ષા અને…