મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવ્યું સુજલામ સુફલામ જળ અભિયાન 2.0, તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય અને જળ સંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા “કેચ ધ રેઈન” આહવાનને સાકાર કરવા ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.

જળ સંચય અને જળ સંગ્રહ માટેનું આ મહાઅભિયાન તા. 31 મે 2026 સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે.

આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના 6 જેટલા વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે.

આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/જાળવણી/સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ/વનતળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ટાંકી/સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oની શરૂઆત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીથી કરાવી હતી. આ તળાવ ઊંડુ થવાથી તેની કુલ સંગ્રહ ક્ષમતા ભવિષ્યમાં 2.01 લાખ ઘન ફૂટ થશે.

રાજ્ય સરકાર દ્વારા 2018થી દર વર્ષે આ મહત્વપૂર્ણ અભિયાન એક ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાય છે. 2018 થી 2025ના 8 વર્ષ દરમિયાન જે 1,22,299 કામો હાથ ધરવામાં આવેલા છે તેમાં તળાવો ઊંડા કરવાના, નવા તળાવોના 39542, ચેકડેમ ડીસીલ્ટિંગના 26,544 તથા 82,240 કિલોમીટર લંબાઇમાં નહેરોની અને કાંસની સાફ-સફાઈના કામો થયા છે.

આ બધા કામોના પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કુલ 1,39,959 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે અને 210 લાખ માનવદિન રોજગારી ઉભી થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૬ના વર્ષ માટે સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oની શરૂઆત ગાંધીનગરના ભાટ ગામથી કરાવી તે અવસરે જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી ઈશ્વરસિહ પટેલ, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, જળ સંપત્તિ સચિવ પી.સી. વ્યાસ, અધિક સચિવ એમ.ડી. પટેલ અને ગાંધીનગર મ્યુનિસીપલ કમિશનર વાઘેલા વરિષ્ઠ અધિકારીઓ તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabadમાં દુબઈ જેવો ટાવર, ₹570 કરોડનો પ્રોજેક્ટ!…

દુબઈ જેવી સ્કાયલાઈન Ahmedabadમાં! ₹570 કરોડના ખર્ચે બનશે ‘સિટી સ્ક્વેર’: સિંધુ ભવન રોડ પર 175 મીટર ઊંચો ટાવર, હવામાં રેસ્ટોરન્ટ અને સ્કાય વોકનો અનુભવ Ahmedabad: ગુજરાતના આર્થિક અને આધુનિક શહેર તરીકે ઓળખાતા Ahmedabadને નવી ઓળખ આપવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર આશરે ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 175 મીટર એટલે કે આશરે 574 ફૂટ ઊંચો આઇકોનિક ટાવર હશે, જે અંદાજે 55 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવશે. ટાવરમાં ઊંચાઈ પર રેસ્ટોરન્ટ, ટેરેસ ડેક કેફે, સ્કાય ડેક અને સ્કાય વોક બનાવવાનું આયોજન છે. અહીં કોફી પીવાની સાથે શહેરનો રાત્રિનો નજારો નિહાળવાનો અનોખો અનુભવ મળી શકે છે. આ ઉપરાંત…

હેલોવીનમાં ઓરી બન્યા ‘તુમ્બાડ’ના હસ્તર, ડરામણો લુક થયો વાયરલ… 1

હેલોવીન પાર્ટીમાં ઓરીનો ખૌફનાક અવતાર! ‘તુમ્બાડ’ના હસ્તર બનીને છવાયા, લાલ રંગની બોડી અને અણીદાર નખ જોઈ ફેન્સના હોશ ઊડ્યા મુંબઈ: બોલિવૂડના સેલિબ્રિટી સર્કલમાં પોતાની અનોખી સ્ટાઇલ અને અતરંગી અંદાજ માટે જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હેલોવીન 2026 નિમિત્તે ઓરીએ એવો ડરામણો લુક અપનાવ્યો છે કે તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વખતે તેમણે વિદેશી ભૂત, વેમ્પાયર કે ઝોમ્બી બનવાને બદલે ભારતીય હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ના ખૌફનાક પાત્ર હસ્તરનો અવતાર ધારણ કર્યો છે. આખા શરીર પર લાલ રંગનું પેઇન્ટ, આંખોની આસપાસ કાળા વર્તુળો, માથા પર જૂનો મુગટ અને હાથ-પગમાં લાંબા અણીદાર નખ સાથે ઓરીનો લુક ખરેખર ડરામણો લાગી રહ્યો છે. તેમના આ અનોખા અવતારને જોઈને ફેન્સને…