ન્યૂયોર્કમાં ભારે હિમવર્ષા: 3000 થી વધુ ફ્લાઇટ્સ રદ, 20 ઇંચ બરફ સાથે જનજીવન ઠપ્પ

શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે હિમવર્ષાને કારણે ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારોમાં સંકટ સર્જાઈ ગયો છે. અંદાજે 20 ઇંચ જેટલો બરફ ખાબકતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. પરિવહન અને એરપોર્ટ્સ પર મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે.

એરપોર્ટ્સ પર સ્થિતિ:
JFK એરપોર્ટ: 1087 ફ્લાઇટ્સ રદ, એરટ્રેન સેવા પણ અટકી.
લાગાર્ડિયા એરપોર્ટ: 1025 ફ્લાઇટ્સ રદ.
નેવાર્ક એરપોર્ટ (ન્યૂજર્સી): 861 ફ્લાઇટ્સ રદ.

શહેરમાં પગલાં અને સલાહ:
– ન્યૂયોર્ક પ્રશાસન દ્વારા બિન-જરૂરી મુસાફરી પર પ્રતિબંધ (Travel Ban) લાગુ.
– બરફ હટાવવા મશીનો અને રાહત ટીમો કામગીરીમાં લાગેલા, પરંતુ સતત બરફને કારણે મુશ્કેલી.
– નાગરિકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ.

નાગરિકોને સલાહ:
માર્ગ પર જતાં સમયે ખૂબ જ સાવધાન રહેવું, ફરજિયાત હોમ સ્ટેનું પાલન કરવું, અને જરૂરી હોય તો જ બહાર નીકળવું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…