Guajrat Budget 2026-27 : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે બજેટમાં શું કરાઈ જોગવાઈ ? જાણો વિગત

બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ 17 હજાર 249 ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ 20 લાખ 85 હજાર વીજગ્રાહકો પૈકી 17 હજાર 52 ગામોમાં 19 લાખ 9 હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે.

આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹૧૧૬૬ કરોડની જોગવાઇ.ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹350 કરોડની જોગવાઇ.

ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ₹201 કરોડની જોગવાઇ. પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹200 કરોડની જોગવાઇ. રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ હયાત ટ્રાન્‍સમીશન લાઇન અને સંલગ્ન વીજમાળખાનું શિફટીંગ કરવા માટે ₹125 કરોડની જોગવાઇ. ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ.

ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50 કરોડની જોગવાઈ
રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુ ગ્રીન અને વીજસલામત ઝોન વિકસિત કરવા ₹100 કરોડની જોગવાઇ. હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹100 કરોડની જોગવાઇ. રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઇ. ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે “સર્જન યોજના” અંતર્ગત ₹25 કરોડની જોગવાઇ. વીજ સલામતી પ્રત્યે જન જાગૃતિ કેળવી અકસ્માત નિવારણ તથા વીજ કર્મચારીની વ્યક્તિગત સુરક્ષા માટે સાધનોની ખરીદી હેતુ ₹7 કરોડની જોગવાઇ. ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાના હેતુસર એનર્જી ઇનોવેશન ફંડ માટે ₹5 કરોડની જોગવાઇ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…