વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી: સમય, રૂપરેખા અને સૂતકની માહિતી

વર્ષ 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીે થવાનું છે. વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણને ખૂબ મહત્વની ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થશે અને સમય દરમિયાન રાહુ પણ કુંભ રાશિમાં રહેશે, જેના કારણે ગ્રહણ બનશે.

સૂર્યગ્રહણ સમયસૂચિ
શરૂઆત: 3:26 વાગ્યે
વલયાકાર ગ્રહણ શરૂ: 5:12 વાગ્યે
પીક ટાઈમ: 5:42 વાગ્યે
સમાપ્ત: 7:57 વાગ્યે

ભારતમાં દ્રશ્ય
આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે. ગ્રહણ સાઉથ અમેરિકા, સાઉથ આફ્રિકા, મોરેશિયસ અને એટલાન્ટિક મહાસાગર જેવા પ્રદેશોમાં જોવા મળશે.

સૂતક કાળ અને ધાર્મિક મહત્વ
જો કે, ભારતમાં ગ્રહણ જોવા માટે ઉપલબ્ધ નથી, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ પહેલાં આશરે 12 કલાક સુધી સૂતક કાળ માન્ય રહેશે. સૂતક કાળ દરમિયાન શુભ કાર્યો ટાળવા અને સાવધ રહેવાનું કહેવાય છે.

રિંગ ઓફ ફાયર
આ ગ્રહણ વલયાકાર હશે, જેને રીંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહણના પીક સમયે, સૂર્યનું કેન્દ્ર અંધકારથી ઢંકાયેલું હશે અને આસપાસ પ્રકાશનું તેજસ્વી વર્તુળ દેખાશે, જે રિંગ જેવું પ્રતીક બનાવશે. વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં ગોઠવાયેલા હોય છે.

વર્ષનું આ પહેલું સૂર્યગ્રહણ વૈજ્ઞાનિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, અને આ અંગે તૈયારી અને સુરક્ષા અંગે સાવધ રહેવી જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Navratriનો દિવસ 4: મા કૂષ્માંડા, માતાની પૌરાણિક કથા, પૂજા વિધિ, પ્રસાદ અને… Spiritual

Navratriનો દિવસ 4: મા કૂષ્માંડા, માતાની પૌરાણિક કથા, પૂજા વિધિ, પ્રસાદ અને ગુજરાતના ગરબા-પંડાલોની વિશેષતા Navratriના પવિત્ર નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. Navratriના ચોથા દિવસે મા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ મા કૂષ્માંડા સૃષ્ટિની સર્જનશક્તિ અને ઊર્જાનું પ્રતીક છે. માતાના સ્મરણ અને પૂજાથી જીવનમાં સકારાત્મક ઊર્જા, આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે એવી ભક્તોની શ્રદ્ધા છે.ગુજરાતમાં ચોથા નોરતે પણ Navratriનો રંગ વધુ ઘેરો બને છે. એક તરફ મંદિરોમાં માતાજીની વિશેષ પૂજા અને આરતી થાય છે, તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં ગરબાની તૈયારીઓ અને પંડાલોની સજાવટ આકર્ષણનું કેન્દ્ર બને છે. -> મા કૂષ્માંડાનું સ્વરૂપ : મા કૂષ્માંડાને દેવી દુર્ગાનું ચોથું સ્વરૂપ માનવામાં આવે છે. ધાર્મિક…