ધનવાડામાં ઘરેલું હિંસા સામે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો; ગ્રામિણ મહિલાઓને અધિકારો અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન

બાવળા તાલુકાના ધનવાડા ગામે સ્થાનિક મહિલાઓને કાયદાકીય રીતે સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે ઘરેલું હિંસા પ્રતિબંધક અધિનિયમ, 2005 અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ મહિલાઓને તેમના બંધારણીય અને કાયદાકીય અધિકારોથી વાકેફ કરી, હિંસા મુક્ત સમાજની દિશામાં જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાના કિસ્સામાં મળતી સરકારી સહાય અને કાયદાકીય પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બાવળા મફત કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ અને પ્રોટેક્શન ઓફિસર તન્વી ચાવડાએ ઘરેલું હિંસાની વ્યાખ્યા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, હિંસા માત્ર શારીરિક અત્યાચાર પૂરતી સીમિત નથી. માનસિક ત્રાસ, આર્થિક શોષણ કે અપશબ્દો બોલવા તે પણ કાયદાકીય રીતે ગુનો બને છે. તેમણે પીડિત મહિલાઓને મળતા સુરક્ષા આદેશ, નિવાસનો અધિકાર, ભરણપોષણ અને બાળકોની કસ્ટડી જેવા મહત્વના અધિકારો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ પીડિત મહિલા સંકોચ રાખ્યા વિના પ્રોટેક્શન ઓફિસર કે કોર્ટનો સંપર્ક કરી નિઃશુલ્ક કાયદાકીય મદદ મેળવી શકે છે.

આ પ્રસંગે DHEW ના મિશન કોઓર્ડિનેટર જીતેશ સોલંકીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે ઉપલબ્ધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમો અને શિક્ષણ તેમજ આરોગ્યલક્ષી સહાય વિશે માહિતી આપી હતી. મહિલાઓ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવે અને પોતે સશક્ત બને તે માટે તેમણે ઉપસ્થિત બહેનોને પ્રોત્સાહિત કરી હતી.

સેમિનારના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્ર રાખવામાં આવ્યું હતું, જેમાં ગામની મહિલાઓએ પોતાની મુંઝવણો અને પ્રશ્નો નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા હતા. અધિકારીઓએ કાયદાકીય જોગવાઈઓના આધારે તમામ પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવતા મહિલાઓમાં નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

મોટી સંખ્યામાં મહિલાઓની સક્રિય હાજરી સાથે સંપન્ન થયેલા આ કાર્યક્રમે ગ્રામીણ સ્તરે મહિલા સશક્તિકરણનો મજબૂત પાયો નાખ્યો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

આજે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ: અડાલજ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તિભાવ સાથે ઉજવણી.”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ: અડાલજ ત્રિમંદિરમાં શીશ ઝુકાવી રાજ્યના કલ્યાણ માટે કરી પ્રાર્થના ગાંધીનગર: ગુજરાતના લોકપ્રિય અને ‘મૃદુ અને મક્કમ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ…

DA વધારાની રાહમાં કેન્દ્રીય કર્મચારીઓ, 5 મહિનાના એરિયર્સની શક્યતા; 8મા પગાર પંચ પર પણ નજર

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આગામી કેટલાક મહિના મહત્વપૂર્ણ બની શકે છે. જુલાઈથી ડિસેમ્બર 2026ના સમયગાળા માટેના મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA)માં વધારાની જાહેરાતની અપેક્ષા છે. સાથે…