અમેરિકા: પોલીસ કારના અકસ્માતમાં મોત પામનાર ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર માટે બેવડો આઘાત

અમેરિકાના સિએટલમાં જાન્યુઆરી 2023માં પોલીસ કારની ટક્કરથી જીવ ગુમાવનાર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર પર ફરી એકવાર દુઃખનો વલય તૂટી પડ્યો છે. લાંબી કાનૂની લડત બાદ સિટિ કાઉન્સિલ દ્વારા 29 મિલિયન ડોલર (અંદાજે 262 કરોડ રૂપિયા)ના વળતર (સેટલમેન્ટ)ની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ઐતિહાસિક જાહેરાતના માત્ર બે દિવસ પહેલાં જ જ્હાનવીના પિતા, નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ કંડુલા શ્રીકાંતનું હાર્ટ એટેકથી નિધન થયું.

પિતાના અવસાનની વિગતો
જ્હાનવીના પિતા કંડુલા શ્રીકાંત 10 ફેબ્રુઆરીના રોજ કુર્નૂલમાં હાર્ટ એટેકના કારણે અવસાન પામ્યા. તેમના અંતિમ સંસ્કાર 12 ફેબ્રુઆરીના રોજ અડોની ખાતે કરવામાં આવ્યા હતા. દુઃખની વાત એ છે કે વળતર અંગેની સત્તાવાર જાહેરાત તેમના અવસાનના માત્ર 48 કલાક બાદ થઈ હતી.

અકસ્માતની સમગ્ર ઘટના

23 જાન્યુઆરી, 2023નાં રોજ અમેરિકનાં સિએટલમાં જ્હાનવી રસ્તો ક્રોસ કરતી વખતે પોલીસ અધિકારી કેવિન ડેવનીએ પોલીસ કાર વડે તેને ટક્કર મારી. સ્તાની સ્પીડ લિમિટ 25 માઇલ/કલાક (40 કિમી/કલાક) હતી, પરંતુ પોલીસ અધિકારી 74 માઇલ/કલાક (119 કિમી/કલાક)ની ઝડપે ગાડી ચલાવી રહ્યા હતા. પોલીસ અધિકારી ડેનિયલ ઓડરરના બોડીકેમ ફૂટેજમાં જ્હાનવીના મૃત્યુ પર હસતા અને તેના જીવનની “મર્યાદિત કિંમત” અંગે ટિપ્પણી કરતા દેખાયા, જે સામે આવતા વિશ્વ અને ભારતમાં ભારે રોષ ફાટી નીકળ્યો.

પરિવાર માટે ન્યાય અધૂરો
જ્હાનવીની માતા Vijaya Lakshmiએ જણાવ્યું કે, “વળતર કદાચ આર્થિક મદદ પૂરું પાડે, પરંતુ મારી દીકરીને પાછી લાવી શકતું નથી. જે પોલીસ અધિકારીના કારણે અકસ્માત થયો, તેને હજુ પૂરતી સજા મળી નથી.” જ્હાનવી નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી હતી અને ડિસેમ્બર 2023માં તેની ડિગ્રી પૂર્ણ થવાની હતી. હાલમાં પરિવાર પિતા અને પુત્રી બંને ગુમાવવાના શોકમાં ડૂબેલું છે. સગાઓએ જણાવ્યું કે વળતરની ચર્ચા કરવાનો આ સમય નથી, કારણ કે પરિવારે પોતાનો આધાર ગુમાવ્યો છે.

ન્યાય અને સંવેદના
જ્હાનવી કંડુલાની દુઃખદ ઘટના લોકોમાં ન્યાય અને કાનૂની જવાબદારી અંગે ચર્ચાને નવી દિશા આપી છે. આ ઘટનાએ વિશ્વભરમાં લોકોના હૃદયને સ્પર્શ્યું છે અને પરિવાર માટે લાગણીસભર સહાનુભૂતિ જગાવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Delhi છાવણીમાં ફેરવાયું: CJPના વિરોધ પ્રદર્શન પહેલાં 23 હજાર જવાનો તૈનાત, મેટ્રો પર નિયંત્રણો અને ટ્રેનો રદ…

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને મતદાર યાદીની SIR પ્રક્રિયા અંગેના વિરોધ વચ્ચે Delhiમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે સૂચિત CJP વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને Delhi પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે. શહેરમાં 23,000 જેટલા કેન્દ્રીય દળોના જવાનોની મદદ લેવામાં આવી રહી છે. સાથે જ મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશનો અને Delhiની સરહદો પર પણ નજર વધારવામાં આવી છે. 23 હજાર જવાનોની તૈનાતીથી સુરક્ષા વ્યવસ્થા કડક અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે Delhiની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આશરે 23,000 કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવાની મંજૂરી આપી છે. કુલ 221 કંપનીઓની મદદથી શહેરમાં સંવેદનશીલ વિસ્તારો અને મહત્વના પ્રવેશ માર્ગો પર સુરક્ષા વધારવામાં આવી…

Indian “આકાશમાં મોટું સંકટ! ભારતીય પાઇલટની હિંમતથી 174 મુસાફરો સુરક્ષિત” Heroic

Indian ફ્લાઇટમાં મોટું સંકટ, ભારતીય પાઇલટની હિંમતથી 174 મુસાફરો સુરક્ષિત આકાશમાં ઉડતી ફ્લાઇટ દરમિયાન અચાનક ગંભીર પરિસ્થિતિ સર્જાય અને પાઇલટ સામે પોતાના સહિત સેંકડો મુસાફરોની સુરક્ષાની જવાબદારી આવી પડે, Indian ત્યારે દરેક સેકન્ડ મહત્વનો બની જાય છે. આવી જ એક ઘટનામાં Indian પાઇલટ સ્મિત મચ્છર (Smit Machchhar) ચર્ચામાં આવ્યા છે. Dubaiથી Tel Aviv જઈ રહેલી flydubaiની ફ્લાઇટમાં કોકપિટમાં બનેલી ગંભીર ઘટનાને પગલે ફ્લાઇટને તેના મૂળ માર્ગથી વાળીને Saudi Arabiaના Tabuk તરફ લઈ જવામાં આવી હતી.   અહેવાલો અનુસાર ફ્લાઇટમાં કુલ 174 લોકો સવાર હતા. ઘટનાની ગંભીરતા વચ્ચે વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આ સમગ્ર ઘટનામાં ભારતીય પાઇલટની ભૂમિકા અંગે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે.  -> Dubaiથી Tel Aviv જઈ રહી હતી…