સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ગાવું અને વગાડવું ફરજીયાત, નવો પ્રોટોકોલ જાહેર

વંદે માતરમની રચનાની ૧૫૦મી વર્ષગાંઠને નિમિત્તે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી ગાઇડલાઇન મુજબ, વંદે માતરમના છ શ્લોકનું ગાન અથવા વગાડવું હવે તમામ ખાસ સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત રહેશે. સત્તાવાર સંસ્કરણના ગાનનો સમયગાળો ૩ મિનિટ ૧૦ સેકન્ડનો રહેશે.

કયા પ્રસંગો પર ફરજીયાત રહેશે?
– રાષ્ટ્રપતિ અને રાજયપાલ/લેફટનન્ટ ગવર્નરના આગમન અને પ્રસ્થાન
– નાગરિક શપથ સમારોહ અને પદ્મ પુરસ્કાર જેવા નાગરિક સન્માન સમારોહ
– રાષ્ટ્રને સંબોધન પહેલા અને પછી
– ત્રિરંગા લહેરાવતી પરેડ દરમિયાન

જો વંદે માતરમ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બંને રજૂ કરવામાં આવે, તો પહેલા ‘વંદે માતરમ’ અને ત્યારબાદ ‘જન ગણ મન’ વગાડવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત દરેક વ્યક્તિએ ધ્યાને ઊભા રહેવું ફરજીયાત રહેશે. જો કે સિનેમા હોલ અથવા દસ્તાવેજી/ન્યુઝરીલના પ્રસારણ દરમિયાન આ નિયમ લાગુ નહીં થાય.

શાળાઓ માટે માર્ગદર્શિકા
શાળાઓ દિવસની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘જન ગણ મન’ સાથે સાથે સામૂહિક રીતે ‘વંદે માતરમ’ ગાવી શકે છે. આનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય પ્રતીકો માટે આદર જગાડવાનો છે.

આદેશના મુખ્ય મુદ્દા
– વંદે માતરમના સંપૂર્ણ છ શ્લોક વગાડવામાં આવશે, જેમાંથી પહેલા ચાર શ્લોક ૧૯૩૭માં કોંગ્રેસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
– સત્તાવાર કાર્યક્રમોમાં ગીત ગાવું અથવા વગાડવું ફરજીયાત રહેશે.
– રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને બંધારણીય સંસ્થાઓને આ નવો પ્રોટોકોલ લાગુ પડશે.

ઇતિહાસ
બંકિમચંદ્ર ચેટર્જીએ 1875 માં ‘વંદે માતરમ’ રચ્યું હતું, જે 1882 માં તેમની નવલકથા ‘આનંદમઠ’માં પ્રકાશિત થયું હતું. ગીતના છ શ્લોકોમાં ભારતને માતા રૂપે દર્શાવ્યું છે અને દુર્ગા, કમલા (લક્ષ્મી) અને સરસ્વતી જેવા હિન્દુ દેવીઓનો ઉલ્લેખ છે.

સરકારનો ઉદ્દેશ
કેન્દ્ર સરકારે વંદે માતરમને લોકપ્રિય બનાવવા પર ભાર મૂક્યો છે. તાજેતરમાં, રાષ્ટ્રીય ગીતની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં લાંબી ચર્ચા થઈ હતી અને પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ “વંદે માતરમ – સ્વતંત્રતાનો મંત્ર” તરીકે નિર્ધારિત કરી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…