આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ) ફરજિયાત રહેશે. હાલની સ્થિતિમાં બેંકમાં એક દિવસમાં રૂ. 50,000થી વધુ રોકડ જમા કરવા PAN જરૂરી છે. નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે.
નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડ્રાફટ નિયમો 1962ના જૂના નિયમોને બદલશે અને નોટિફિકેશન માર્ચના પ્રથમ સપ્તાહ સુધી બહાર પાડવામાં આવશે. નિયમોમાં ક્રિપ્ટો એક્સચેન્જ માટે ટેક્સ વિભાગ સાથે માહિતી શેર કરવાનું ફરજિયાત બનાવવાની અને એમ્પ્લોયર્સ દ્વારા આપવામાં આવતી સવલતોના મૂલ્યમાં સુધારો કરવાની દરખાસ્ત પણ સામેલ છે.
મુદ્દાઓ:
– મોટર સાયકલ સહિતના વાહનોની ખરીદીમાં રૂ. 5 લાખથી વધુ ખર્ચ પર PAN ફરજિયાત. ટુ-વ્હીલર માટે PAN જરૂરી નહીં.
– હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ અથવા ઈવેન્ટ મેનેજમેન્ટના બિલ રૂ. 1 લાખથી વધુ હોય તો PAN ફરજિયાત.
– પ્રોપર્ટી ખરીદી, વેચાણ અથવા ગિફ્ટ માટે PAN મર્યાદા ~10 લાખથી વધારી ~20 લાખ કરવી.
– ઇન્શ્યોરન્સ કંપની સાથે ખાતા આધારિત સંબંધ શરૂ કરવા PAN ફરજિયાત.
– હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માટે કેટેગરી-1 મેટ્રો શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદનો સમાવેશ; પહેલેથી દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ સામેલ.
– ફોર્મ્સની સંખ્યા 399થી 190 પર ઘટાડાઈ, નિયમોની સંખ્યા 511થી 333 પર આવી.
– સરળ અને સ્માર્ટ પ્રી-ફિલ્ડ ફોર્મ્સ પર ભાર.
આ નવા નિયમોથી નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને PAN આધારિત નિયમન વધારાશે, ખાસ કરીને રોકડ વ્યવહારો, પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન અને ક્રિપ્ટો ટ્રેડિંગમાં.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





