કેનેડામાં ભારતીય યુવક પર જીવલેણ હુમલો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના 37 વર્ષીય યુવક ચંદા કુમાર પર દિવસ દરમિયાન ગોળીબાર થઈ ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમના મોતની જાણ થઈ છે.

ઘટના સ્થળ
પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો વુડબાઇન શોપિંગ સેન્ટર પાસે આવેલા ખુલ્લા પાર્કિંગ લોટમાં થયો હતો. હુમલાખોરોએ અચાનક ચંદા કુમારના વાહન પર ગોળીબાર કર્યો, જેના કારણે ચંદા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેઓ જીવંત બચી શક્યા નહોતા.

હુમલાખોરોની શોધખોળ
સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આસપાસના CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હુમલાની પાછળના કારણોની તપાસ કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ: ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજીયાત

બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી…