ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના ખૂલ્યા નવા દ્વાર, નિકાસમાં થશે વિક્રમજનક વધારો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી (Interim Trade Agreement) કરવામાં આવી છે. જે દેશના અર્થતંત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેમજ ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગો માટે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે.

ભારત-અમેરિકા વચ્ચેની આ વ્યાપાર સમજૂતી અંતર્ગત અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ 50 ટકાના આકરા દરોથી ઘટાડીને આશરે ૧૮ ટકા કર્યા છે, જેના પરિણામે અમેરિકન માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની કિંમત સ્પર્ધાત્મક બનશે અને તેની માંગમાં મોટો વધારો થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસકર્તા રાજ્ય બન્યું છે. રાજ્યમાં ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ખૂબ મજબૂત ઔદ્યોગિક માળખું ઉપલબ્ધ છે. આ સમજૂતીથી ગુજરાતનાં આ તમામ સેક્ટર્સને નવો વેગ મળશે.

આ વ્યાપાર સમજૂતીનો સૌથી વધુ ફાયદો ટેક્ષટાઇલ-કાપડ ઉદ્યોગને થવાની સંભાવના છે. ટેરિફ ઘટવાથી ગુજરાતના ગારમેન્ટ અને હોમ ટેક્ષટાઇલ ઉત્પાદનો અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે. જેની મધ્યમ ગાળાના નિકાસ જથ્થામાં100-150 ટકાનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. જેનાથી રાજ્યના મુખ્ય ટેક્ષટાઇલ ક્લસ્ટરોમાં ઉત્પાદન વધશે, અમેરિકાથી નવા ઓર્ડર મળશે અને નફાકારકતામાં વધારો જોવા મળશે.

આ સમજૂતી ખાસ સુરત માટે નવી આશાનું કિરણ લઈને આવી છે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગને આ નિર્ણયથી ખૂબ મોટો ફાયદો થશે. ટેરિફમાં ઘટાડો થવાથી ઉદ્યોગનું માર્જિન સુધરશે અને માંગમાં નવેસરથી વધારો થશે. આ ઉપરાંત અગાઉ ઊંચા ટેરિફને કારણે જે નુકસાન થયું હતું, તેની ભરપાઈ થશે અને અમેરિકન માર્કેટમાં હીરા ઉદ્યોગનો હિસ્સો ફરીથી મજબૂત બનશે.

આ ઉપરાંત રાજ્યના ભરૂચ, વાપી અને અમદાવાદ સ્થિત કેમિકલ અને ફાર્મા ક્લસ્ટરોમાં પણ આ વ્યાપાર સમજૂતી થકી ખૂબ મોટા પાયે રિકવરી થવાની આશા છે. અગાઉ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોની નિકાસમાં અંદાજે 25-30 ટકાનો ઘટાડો થયો હતો તેમાં હવે સુધાર આવશે અને આ ઉદ્યોગોનો વિકાસ થશે. ઘણી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ઝીરો-ડ્યૂટી અથવા લો-ડ્યૂટીનો લાભ મળવાથી અમેરિકાના રેગ્યુલેટેડ માર્કેટમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે.

અમેરિકન માર્કેટમાં સરળ પ્રવેશ મળતા મોટો ફાયદો થશે
વધુમાં, રિન્યુએબલ એનર્જીમાં ખાસ કરીને સોલાર મેન્યુફેક્ચરિંગ માટે આ સમજૂતી અંતર્ગત સોલાર પેનલ અને તેના કમ્પોનન્ટ્સના ઉત્પાદનને વેગ મળશે. અમેરિકામાં તેની નિકાસ હવે વ્યાપારી રીતે વધુ ફાયદાકારક બનશે. આમ, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનશે. તદુપરાંત ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલા હેન્ડીક્રાફ્ટ અને પરંપરાગત કારીગરો દ્વારા બનાવાતી વસ્તુઓને પણ અમેરિકન માર્કેટમાં સરળ પ્રવેશ મળતા મોટો ફાયદો થશે.

આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે
નિકાસ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં થતા આ વધારાની સીધી હકારાત્મક અસર રાજ્યની અર્થવ્યવસ્થા પર પડશે. જેના પરિણામે MSME એકમો, ફેક્ટરીઓ, લોજિસ્ટિક્સ અને આનુષંગિક સેવાઓમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. નિકાસ સાથે સંકળાયેલા MSME એકમો સક્ષમ બનતા ઉદ્યોગસાહસિકો અને કામદારોની આવકમાં નોંધપાત્ર વધારો થતાં આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.

MSMEને વેગ મળશે
આમ, ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી ગુજરાતના ઉદ્યોગોના વિકાસમાં ‘બુસ્ટર ડોઝ’ સમાન બની રહેશે. ટેરિફમાં ઘટાડો અને વેપારમાં સરળતાને પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન વધશે, MSMEને વેગ મળશે અને ગુજરાત ગ્લોબલ વેલ્યુ ચેઈન, ખાસ કરીને ઉચ્ચ મૂલ્ય ધરાવતા અમેરિકન માર્કેટમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…