અમદાવાદમાં શરૂ થશે ‘પ્રાકૃતિક કૃષિ માર્કેટ’: ખેડૂતોને મળશે નવી આવક, શહેરીજનોને રસાયણમુક્ત પેદાશો

અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર રિસોર્સ પર્સન તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સતત ગહન પ્રયત્નોના ફળસ્વરૂપે, મિશન અને નોન-મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 8300 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે.

પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધે અને વધુમાં વધુ ખેડૂતો આ મિશન હેઠળ જોડાઈને આર્થિક રીતે સમૃદ્ધ બને તથા જિલ્લાના શહેરીજનોને રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીની પેદાશો એક જ જગ્યાએથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને પ્રગતિશીલ ખેડૂતો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રહલાદનગર વેજીટેબલ માર્કેટ તથા જિલ્લા પંચાયત ખાતે માર્કેટ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ જેવા મેગા સિટીના નાગરિકો જેઓ શુદ્ધ આહારના આગ્રહી છે, તેમના સુધી પહોંચ વધારવા અને નાગરિકોને સર્ટિફાઈડ ઉત્પાદનો મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા માટે ખેડૂતો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક પેદાશોના વેચાણ અર્થે ખેડૂતોને જે પણ કક્ષાએ જરૂર હશે ત્યાં વહીવટી તંત્ર મદદરૂપ થશે. જિલ્લા પંચાયત દ્વારા પેદાશના પરિવહન માટે ટ્રાન્સપોર્ટેશનમાં સહાય, પ્રોસેસિંગ અને પેકેજિંગ માટે વિવિધ યોજનાઓના કન્વર્જન્સ થકી આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. ખેડૂતોએ પણ આ પ્રાકૃતિક કૃષિ માર્કેટ શરૂ કરવાના નિર્ણયને હકારાત્મક રીતે વધાવી લઈ સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ નક્કી કરેલા સ્થળોની ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે, પ્રાકૃતિક પેદાશોના મૂલ્યવર્ધનથી લઈને વેચાણ સુધીના તમામ તબક્કે જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોને મદદરૂપ થવા સંપૂર્ણપણે સજ્જ છે. આ તબક્કે તેમણે સંબંધિત અધિકારીઓને આ દિશામાં જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ પણ આપી હતી.

આ તબક્કે આત્મા વિભાગ દ્વારા વિસ્તરણ કાર્યકરોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની રસાયણમુક્ત પેદાશો સર્ટિફાઈડ થાય તે માટે ‘ગોપકા’ના સંકલનમાં રહીને સર્ટિફિકેશન બાબતે વિશેષ જાણકારી આપવામાં આવી હતી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા.

આ કાર્યક્રમમાં ગોપકાના નિયામક એ.ડી. પટેલ, સંયુક્ત ખેતી નિયામક નીતીનભાઈ ગામિત, મીના ત્રિવેદી, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) કે.કે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.આઈ. પટેલ સહિત આત્મા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…

PM SVANidhi :Aadhar card થી ₹90,000 ની લોન મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…Safety & Awareness

Aadhar card ધાર કાર્ડથી મળશે ₹90,000 સુધીની લોન? 75 લાખથી વધુ લોકોએ લીધો લાભ, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી PM SVANidhi  સરકારની એક યોજના હેઠળ નાના વેપારીઓ અને જરૂરિયાતમંદ લોકોને લોનની સુવિધા મળે છે. ₹90,000 સુધીની લોન, પાત્રતા, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો. આજના સમયમાં નાનો વ્યવસાય શરૂ કરવા અથવા પહેલેથી ચાલી રહેલા ધંધાને આગળ વધારવા માટે મૂડીની જરૂર પડે છે. પરંતુ ઘણા નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે બેન્કમાંથી લોન મેળવવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ગેરંટી, જામીન અને વિવિધ દસ્તાવેજોની પ્રક્રિયાને કારણે લોકો લોન લેવાનું ટાળે છે. આવી સ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi) નાના સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વપૂર્ણ સહાય બની છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કોલેટરલ એટલે…