અમદાવાદમાં ફરી ઝડપાઇ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી, 81 લોકો ઝડપાયા

અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીનો કિસ્સો સામે આવ્યો છે. સાણંદ તાલુકાના નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમ ખાતે ચાલી રહેલી દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે રેડ પાડી 81 યુવક-યુવતીઓને રંગેહાથે ઝડપી લીધા છે.

પોલીસને બાતમી મળી હતી કે નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમમાં ખાનગી રીતે દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતાં ત્યાં 11 ટેબલ પર કેક, હુક્કા અને મોંઘા દારૂની બોટલો પીરસવામાં આવી રહી હતી. રેડ દરમિયાન 10થી વધુ હુક્કા તેમજ મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે.

81 લોકોની કરાઇ અટકાયત
પોલીસે કુલ 38 યુવતીઓ અને 43 યુવકો સહિત 81 લોકોની અટકાયત કરી છે. ધરપકડ કરાયેલા પૈકી મોટા ભાગના લોકોની ઉંમર 35થી 40 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે, જે ઘટનાને વધુ ચોંકાવનારી બનાવે છે. રેડ બાદ તમામ આરોપીઓને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું.

20 જુલાઇના પણ ઝડપાઇ હતી
ઉલ્લેખનીય છે કે ગત 20 જુલાઈએ પણ સાણંદમાંથી જ દારૂ પાર્ટી ઝડપાઈ હતી, જેમાં ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાંથી અંદાજે 39 લોકો ઝડપાયા હતા. સાણંદ અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર ખાનગી ફાર્મહાઉસ અને વિકએન્ડ હોમમાંથી દારૂ પાર્ટી ઝડપાવાની ઘટનાઓ સામે આવતાં પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઊભા થયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો ——– કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના એંધાણ: ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકા-ઈરાન સમજૂતીની અટકળો તેજ

વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા Strait of Hormuz અંગે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા કરવામાં આવેલા તાજેતરના નિવેદન બાદ અમેરિકા…