ચાંદીમાં રૂ.32 હજારની ઉથલ-પાથલ, સોનામાં પણ ભારે હલચલ – જાણો લેટેસ્ટ ભાવ

સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં દિવસ દરમિયાન મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસે રૂ.32 હજારથી વધુનો ફેરફાર જોવા મળ્યો છે.

ચાંદીના ભાવમાં રૂ.32,289ની મોટી ઉથલ-પાથલ
MCX ફ્યુચર માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં શરૂઆતમાં તીવ્ર તેજી જોવા મળી હતી, પરંતુ બાદમાં ભાવમાં ઘટાડો નોંધાયો. ગઈકાલે ચાંદી રૂ.2,68,015 પર બંધ થઈ હતી, જ્યારે આજે (3 ફેબ્રુઆરી) માર્કેટના અંતે ભાવ રૂ.2,67,000 પર બંધ થયા છે.
આ રીતે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.1,015 (0.38%) નો ઘટાડો નોંધાયો છે.

દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂ.2,78,000ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો, જ્યારે નીચામાં રૂ.2,45,711 સુધી લપસ્યો હતો. આ પ્રમાણે આજે ચાંદીમાં કુલ રૂ.32,289 જેટલી મોટી ઉથલ-પાથલ જોવા મળી છે.

સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ફેરફાર
સોનાના ભાવમાં પણ આજે દિવસ દરમિયાન તેજી બાદ ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે સોનાનો ભાવ રૂ.1,53,809 પર બંધ થયો હતો, જ્યારે આજે MCX પર માર્કેટના અંતે ભાવ રૂ.1,53,650 નોંધાયો છે.
આ પ્રમાણે સોનાના ભાવમાં આજે રૂ.159 (0.10%) નો ઘટાડો થયો છે.

દિવસ દરમિયાન સોનાનો ભાવ રૂ.1,53,806ની ટોચે પહોંચ્યો હતો, જ્યારે નીચામાં રૂ.1,47,215 સુધી આવ્યો હતો. એટલે કે આજે સોનામાં દિવસ દરમિયાન રૂ.8,584 જેટલી ઉથલ-પાથલ જોવા મળી છે.

વૈશ્વિક બજારમાં સોનામાં તેજી
વૈશ્વિક બજારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાત્રે 12 વાગ્યા સુધી સોનાનો ભાવ $4,908.63 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ હાઈમાં $4,991.52 અને લોમાં $4,633.33 નોંધાયો છે. નોંધનીય છે કે સોનાનો 52 સપ્તાહનો સર્વોચ્ચ ભાવ $5,595.51 રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…