‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે, જાણો વિગત

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે.

આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. 9 અને 10 એપ્રિલ-2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. 10 એપ્રિલ, 2026ના રોજ ‘MSME કોન્કલેવ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનાર, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

ઉપરાંત, આ કોન્ક્લેવમાં દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ ૦૬ જિલ્લાઓમાં કાર્યરત માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ એકમોને આ મુજબની કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં

  • મહિલા ઉદ્યોગ સાહસિક : 51 ટકા અને તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમો
  •  યુવા ઉદ્યોગ સાહસિક : 35 વર્ષની ઓછી આયુ ધરાવતા ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેનીયર્સ
  • અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક
  • અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક
  • જનરલ કેટેગરી એવોર્ડ : જે ઉદ્યોગકારોનો ઉપર દર્શાવેલ 1 થી 4  કેટેગરીમાં સમાવેશ થતો નથી તે ઉદ્યોગકારો જનરલ કેટેગરીમાં અરજી કરી શકશે દા.ત. SEBC ઉદ્યોગકાર વગેરે.

વધુમાં, નાણાકીય વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા MSME એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આવતા મહત્તમ MSME ઉદ્યોગો અને ઉદ્યોગકારોને આ કાર્યક્રમનો સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

BardaLion: સિંહોના પુનર્વસવાટ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય,પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન 2026 Best

BardaLionના પુનર્વસવાટ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરાયું BardaLion પોરબંદર, રાણાવાવ, ભાણવડ અને કુતિયાણા રેન્જને એકીકૃત વહીવટી માળખા હેઠળ આવરી લેવાઈ | બે મદદનીશ વન સંરક્ષકની નિમણૂકની વ્યવસ્થા | વન સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપનને મળશે વહીવટી આધાર ગાંધીનગર: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને બરડા અભયારણ્ય વિસ્તારમાં તેમના પુનર્વસવાટને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વન વિભાગની રેન્જ અને બીટની નવી રચના સાથે અધિકારીઓની જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. સાથે જ પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ તથા વન્યજીવ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા…

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…