રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યો ડોકલામ–ચીન મુદ્દો, સંસદમાં થયો ભારે હંગામો

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંબોધન આપ્યું. પોતાના ભાષણમાં તેમણે ડોકલામ અને ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતા જ સદનમાં ભારે હોબાળો મચી ગયો. કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રીઓ પોતાની બેઠકો પરથી ઊભા રહી કડક વિરોધ નોંધાવ્યો.

રાહુલ ગાંધીએ કારવાં મેગેઝિન તથા પૂર્વ થલસેના પ્રમુખ જનરલ નરવણે દ્વારા ડોકલામ પર લખાયેલ પુસ્તકનો ઉલ્લેખ કર્યો, જેના કારણે મામલો વધુ ગરમાયો અને સંસદમાં શોર-બખેડો વધ્યો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકાર આપવાનો પ્રયાસ કર્યો. હંગામો સતત વધતો જોઈ લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી માટે સ્થગિત કરવામાં આવી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ, પરંતુ એક સચ્ચાઈથી ડરે છે. પુસ્તકમાં એવું શું છે જે આપણે વાંચી ન શકીએ? અમને વાંચવા તો દો. આ પુસ્તકમાં ડોકલામમાં જે કંઈ બન્યું હતું તેની તમામ હકીકતો લખેલી છે. આ પુસ્તક ખુદ આર્મી જનરલ નરવણે લખ્યું છે.”

ચીની ટેન્કો કૈલાશ રેન્જ પર ચડી રહી હતી: રાહુલ ગાંધી
આ નિવેદન બાદ રાજનાથ સિંહ ભડકી ઉઠ્યા અને તેમણે કહ્યું કે, “જો નરવણેએ એવું લાગતું હતું કે તેમના પુસ્તક પર રોક લગાવવામાં આવી છે, તો તેઓ કોર્ટમાં જઈ શકતા હતા. તેઓ કોર્ટમાં ગયા કેમ નહીં?” રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, “ચીની ટેન્કો કૈલાશ રેન્જ પર ચડી રહી હતી.”રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પણ ભારે હંગામો થયો હતો.

સદનમાં આ મુદ્દે ગરમાગરમી અને ભારે હંગામો જોવા મળ્યો.
ચીનની ઘુસણખોરીના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જેમ જ પોતાનું સંબોધન શરૂ કરવા ગયા, તેમ જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાની બેઠક પરથી ઊભા થયા. રાજનાથ સિંહે જણાવ્યું કે, જે માહિતી જાહેર રીતે ઉપલબ્ધ નથી, તેનો ઉલ્લેખ સંસદમાં કરી શકાય નહીં. આ નિવેદન બાદ કોંગ્રેસના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે, રાહુલ ગાંધી તો હજી પોતાની વાત પૂર્ણ પણ નથી કરી શક્યા, ત્યારે જ તેમને અટકાવવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું: “હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PMમોદી અને રાજનાથ સિંહ વિશે જે વાતો કરી છે તે કહી શકું.” ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું: “સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી કોઈ પુસ્તકનો ઉલ્લેખ અહીં કરી શકતા નથી.”

અખિલેશ યાદવે રાહુલ ગાંધીનો ટેકો આપ્યો
લોકસભામાં તાજેતરમાં સાંસદોની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના ચીન મુદ્દે નિવેદનોએ હાહાકાર મચાવ્યો. રાહુલ ગાંધીએ એક મેગેઝિન લેખનો ઉલ્લેખ કરીને ચીનની સેનાની કૈલાશ રેન્જમાં ઘૂસણખોરીનો દાવો કર્યો, જેને સાંસદોએ કાલ્પનિક અને ભ્રમજનક જાહેર કર્યું. આ મુદ્દે અખિલેશ યાદવે રાહુલને ટેકો આપ્યો અને કહ્યું કે, જો રાષ્ટ્રીય હિતમાં કોઈ સૂચન હોય, તો વિપક્ષના નેતાએ તેને ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. તેમણે ડૉ. લોહિયા અને મુલાયમ સિંહ યાદવ સહિતના ઉદાહરણો આપીને ચીન સામે સાવધાન રહેવાની જરૂરિયાત દર્શાવી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Suratગરબા આયોજન માટે ₹100 કરોડનો વીમો? 6 આયોજકોના ₹250 કરોડના કવચની ચર્ચા… Protection

Surat ગરબા આયોજનનો સૌથી મોટો ₹100 કરોડનો વીમો: 6 આયોજકોએ ₹250 કરોડથી વધુનું ઇન્સ્યોરન્સ લીધું, જાણો કયા જોખમો આવરી લેવાય છે Surat: ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર નજીક આવતાં જ ગરબા મહોત્સવની તૈયારીઓ તેજ બની છે. Suratમાં મોટા પાયે યોજાતા ગરબા કાર્યક્રમોમાં હજારો ખેલૈયાઓ અને દર્શકો ભાગ લેતા હોય છે. આવા મોટા આયોજનમાં લોકોની સુરક્ષા અને સંભવિત આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને વીમા કવચનું મહત્ત્વ વધી રહ્યું છે. આપેલા અહેવાલ મુજબ,Suratના છ ગરબા આયોજકોએ મળીને ₹250 કરોડથી વધુનું ઇન્સ્યોરન્સ લીધું છે, જ્યારે એક આયોજન માટે ₹100 કરોડના વીમા કવચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ ચોક્કસ આંકડાઓની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. -> મોટા ગરબા આયોજન માટે વીમો કેમ જરૂરી? : નવરાત્રિ દરમિયાન Suratના વિવિધ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લા…

Noida : સ્ટેડિયમ પછી હવે એરપોર્ટ પણ મોદીના નામે… Pride 2026

સ્ટેડિયમ પછી હવે એરપોર્ટ પણ મોદીના નામે: CM યોગીની જાહેરાત, Noidaએરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાનો નિર્ણય ->Noida :  લખનઉમાં કેબિનેટ બેઠક બાદ જાહેરાત : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદમાં એરપોર્ટના નામકરણ અંગેની માહિતી આપી હતી. રાજ્ય કેબિનેટે જેવર સ્થિત Noida ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણયને ઉત્તર પ્રદેશના માળખાગત વિકાસ અને વડાપ્રધાનના જાહેર જીવન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. -> જેવર એરપોર્ટનું શું છે મહત્ત્વ? : Noida ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર વિસ્તારમાં આવેલું છે. આ એરપોર્ટ દિલ્હી-એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે હવાઈ પરિવહનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.…