ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ 14 હજારથી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન, જાણો વનમંત્રીએ શું કહ્યું

પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-2026 અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ 16380 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી 14690 પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે 90 ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 7040 પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી 6532 પક્ષીઓને બચાવી લેવાયા છે. આ ઉપરાંત મુખ્યત્વે સુરતમાં 4800 માંથી 4194, વડોદરામાંથી 722 માંથી 649, રાજકોટમાંથી 676 માંથી 553 તેમજ ગાંધીનગરમાં 329 પક્ષીઓને સારવાર આપી હતી તેમાંથી 313 જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. આમ રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 14,690 પક્ષીઓને સારવાર આપીને નવું જીવન આપવામાં આવ્યું છે.

આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની વિગતો આપતાં મંત્રી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ 13636 કબૂતર, 905 સમડી, 281 કાગડા, 180 ઢાંક, 137 બ્લેક આઈબીસ, 134 ઘુવડ, 121 બગલા અને 110 પોપટ, અન્ય 185 સહિત કુલ 41 વિવિધ જાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે.

2017 માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ નિમિતે રાજ્યના વન, કૃષિ સહિત સંલગ્ન વિવિધ વિભાગો તેમજ પક્ષી પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સૌ પ્રથમ વર્ષ 2017 માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષે ૨૦૧૭માં 7301  ઘાયલ પક્ષીઓ પૈકી 6597 ને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા હતા. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છેલ્લા 10  વર્ષમાં કુલ 1.29  લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપીને તેમાંથી 1.18 લાખથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે એટલે કે, કુલ 92  ટકાથી વધુ પક્ષીઓને જીવતદાન અપાયું છે જે રાજ્ય સરકારને જીવદયાને સાચા અર્થમાં ઉજાગર કરે છે તેમ, મંત્રી એ ઉમેર્યું હતું.

રાજ્ય મંત્રી માળીએ કહ્યું હતું કે, કરુણા અભિયાન-2026ને સફળ બનાવવા રાજ્યમાં અંદાજે 450 જેટલા કલેક્શન સેન્ટર, 60 વધુ કંટ્રોલરૂમ તથા 480 થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયા હતા. આ કેન્દ્રો પર અંદાજે 650થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8000થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે ખડે પગે સેવા આપી હતી.

ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા ૨૪x૭ કાર્યરત રહેતી વન વિભાગની હેલ્પલાઈન ૧૯૨૬ નંબર અને વોટ્સએપ નંબર 83200 0200 જાહેર કરાયો હતો. આ ઉપરાંત રાજ્યભરમાં વર્ષ દરમિયાન કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ડાયલ કરવાથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરાવી શકાય છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…