મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો શુભારંભ

મહિલાઓની આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય) દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી તથા મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.

‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના સચિવ રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. પી. એ.નિનામા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર રીટા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું આયોજન 28 જાન્યુઆરી 2026 થી 03 ફેબ્રુઆરી 2026 દરમિયાન સવારે 11:00 થી રાત્રિના 11:00 કલાક સુધી બ્લોક ડી અને ઇ, સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, આશ્રમ રોડની પાછળ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી અંદાજે 140 જેટલી મહિલા કારીગરો પોતાના હસ્તકલાના નમૂનાઓ સાથે સહભાગી થઈ છે. આ મેળામાં ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને સાકાર કરતી વિવિધ ચીજવસ્તુઓ જેવી કે હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, મશરૂ, કલમકારી, કાષ્ઠકલા અને ટેરાકોટા જેવી વસ્તુઓનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા કારીગરોને સીધું બજાર પૂરું પાડવાના પ્રયાસોના ભાગરૂપે ગત વર્ષે રાજ્યમાં કુલ 16 મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૭૩૯ મહિલા કારીગરોએ ₹354.77 લાખનું વેચાણ કર્યું હતું. ચાલુ વર્ષ 2025-26 માં પણ રાજકોટ, ગાંધીનગર અને મોરબી ખાતે યોજાયેલા મેળાઓમાં 240 મહિલા કારીગરોએ ₹97 લાખનું વેચાણ કરી આર્થિક પગભર થવાની દિશામાં મક્કમ ડગ માંડ્યા છે.

આગામી સમયમાં રાજ્યમાં અન્ય સ્થળોએ પણ આવા પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવનાર છે. અમદાવાદના શહેરીજનોને આ મેળાની મુલાકાત લઈ, ‘ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વેગ આપવા અને મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…

Gujarat Weather Alert 2026: ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં નવો રાઉન્ડ.. Relentless Monsoon Fury..

Gujaratમાં વરસાદનું એલર્ટ: અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, કેટલાક ભાગોમાં તેજ પવન અને ગાજવીજની આગાહી અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ; IMDના સ્થાનિક અનુમાન મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ Gujaratમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ઉપલબ્ધ સ્થાનિક અનુમાન મુજબ 16 સપ્ટેમ્બરે Gujaratના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અગાઉના દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. IMDના સ્થાનિક રિપોર્ટ મુજબ 15 સપ્ટેમ્બરના અગાઉના 24 કલાકમાં અમદાવાદમાં 50 મિમી વરસાદ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરે શહેરમાં સામાન્ય રીતે…