અફઘાનિસ્તાન ‘મધ્યયુગ’માં પાછું: તાલિબાને ગુલામી કાયદેસર બનાવી, મૌલવીઓને ગુનાઓમાંથી છૂટ

અફઘાનિસ્તાન: 21મી સદીમાં જ્યારે દુનિયા વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ પ્રગતિ તરફ આગળ વધતી હોય, ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ સેંકડો વર્ષ પાછું ધકેલાયું છે. જાન્યુઆરી 2026માં, તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદાએ નવા કાયદાકીય દસ્તાવેજને મંજૂરી આપી છે, જેમાં ગુલામીને કાયદેસર માન્યતા આપવામાં આવી છે.

નવો ફોજદારી કાયદો અને અસમાનતા:
આ કાનૂની કોડમાં “ગુલામ” અને “માલિક” જેવા શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે, જે દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં લોકોની ખરીદ-વેચાણ અને બંધક બનાવવાની પ્રક્રિયા હવે કાયદેસર બની ગઈ છે. તાલિબાનના કાયદામાં સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવાયું છે: ઉલેમા, અશરફ, મધ્યમ અને નીચલા વર્ગ. ટોચ પર બેઠેલા મૌલવો અને મુલ્લાઓ ગુનાઓ માટે છૂટછાટ ધરાવે છે, જ્યારે સામાન્ય નાગરિકોને કઠોર સજા અને શારીરિક યાતનાઓ ભોગવવી પડશે.

આંતરરાષ્ટ્રીય ચિંતાઓ:
આ નવો કાયદો સ્પષ્ટ રીતે માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. અફઘાનિસ્તાનના પૂર્વ એટર્ની જનરલ મોહમ્મદ ફરીદ હમીદીએ આ કાયદાને “મધ્યયુગ કરતાં પણ ખરાબ” ગણાવ્યો છે. મહિલાઓ પર શિક્ષણ પર પ્રતિબંધ, પુસ્તકો પર સેન્સરશિપ અને હવે ગુલામી કાયદો આ દેશને સંપૂર્ણ રીતે માનવાધિકાર વિનાશ તરફ લઈ જાય છે.

માનવાધિકાર સંસ્થાએ ચેતવણી આપી છે કે આ કાયદો મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોને કાયમ માટે નાશ કરી શકે છે. વૈશ્વિક સ્તરે આ પગલાંને ભારે વિવાદ અને ટીકા મળી રહી છે, જે તાલિબાન શાસન માટે ખતરનાક પ્રકાશ પેદા કરે છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…