અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિએ કરી મોટી જાહેરાત, ગાંધીનગરમાં બનાવાશે આંતરરાષ્ટ્રીય મેડિસિટી

ગુજરાતમાં હેલ્થકેર ક્ષેત્રે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે માર્ગદર્શિકા તૈયાર થઈ રહી છે. અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે ગાંધીનગરમાં દુબઈ હેલ્થકેર સિટીની જેમ આંતરરાષ્ટ્રીય મેડિસિટી બનાવાશે. આ પ્રોજેક્ટ માટે કલોલ પાસે 13,000 કરોડના રોકાણનું આયોજન છે.

મેડિસિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ
આ આંતરરાષ્ટ્રીય હેલ્થકેર સિટી હાઇ-ટેક હોસ્પિટલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, મેડિકલ કોલેજ, વેલનેસ સેન્ટર અને આરોગ્ય સાથે સંકળાયેલી અન્ય સેવાઓ સાથે સુસજ્જ રહેશે.
– જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલ (JCI) દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો
– મેડિકલ અને નર્સિંગ કોલેજો
– રિસર્ચ સેન્ટરો અને મેડિકલ ડિવાઈસ પાર્ક
– તબીબી સારવાર, રીહેબિલિટેશન, કેર ઇકોનોમી અને ફાર્મા-બાયોટેક હબ
– સરકાર આ પ્રોજેક્ટને 2028 સુધીમાં પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાનો લક્ષ્ય ધરાવે છે.

દુબઈ હેલ્થકેર સિટી પર આધાર
દુબઈ હેલ્થકેર સિટી એ વિશ્વસ્તરીય હેલ્થકેર અને વેલનેસ હબ છે, જ્યાં પ્રીમિયમ ગ્લોબલ હેલ્થકેર પ્રોવાઈડર્સ સેવા આપે છે. તેમાં તબીબી શિક્ષણ, સેવા વિતરણ, રહેણાંક અને વ્યાપારી ઝોન માટે અલગ વ્યવસ્થાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બનેલા મેડિસિટી પણ એ જ માળખા મુજબ વિકસાવવામાં આવશે.

ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે હેલ્થકેર અને રિસર્ચ હબ તરીકે સ્થાન પ્રાપ્ત કરશે, જે રાજ્યના આરોગ્ય ક્ષેત્ર અને અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…